વરૂણ ધવન છે સારો કિસર સવાલ પર આલિયા ભટ્ટે કહ્યું હા
બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટે પોતાની ફિલ્મોથી બોલિવૂડમાં સારી ઓળખ બનાવી છે. દર્શકો તેની દરેક સ્ટાઈલ વિશે કંઈક કંઈક રીતે જાણીતી છે. તે સોશિયલ મીડિયા પર પણ વધારે એક્ટિવ રહે છે અને ફોટો વીડિયો અપલોડ કરતી રહે છે. હાલમાં જ તેણે બીચ પરથી બિકીની ફોટોઝ શેર કર્યા હતા. પરંતુ હાલમાં આલિયા કંઈક બીજી વાતને લઈને ચર્ચામાં આવી છે અને જે વાયરલ થઈ રહી છે.
આ વાત આલિયાની કિસ સાથે જાેડાયેલી છે. કરણ જાેહરના શોમાં બોલિવૂડની મોટી મોટી હસ્તીઓ આવે છે અને વિવાદો પણ થતાં રહે છે. હાર્દિક પંડ્યાને લઈને થયેલો વિવાદ પણ બધાને યાદ જ હશે. ત્યારે આલિયા ભટ્ટ આ જ રીતે એક એપિસોડમાં પહોંચી હતી. શોમાં ખુબ મજાક મસ્તી ચાલતી હતી અને એવામાં કરણે સવાલ કર્યો કે શું વરૂણ ધવન એક સારો કિસર છે. તો એના જવાબમાં આલિયાએ હા પાડી હતી.
આ પછી કરણે સવાલ કર્યો કે સિદ્ધાર્થ મલ્હોત્રા, વરૂણ ધવન અને અર્જૂન કપૂર આ ત્રણમાંથી સૌથી સારો કિસર કોણ છે. તો આલિયા મુંજાઈ ગઈ. તેણે થોડી વાર વિચાર્યું અને પછી કરણને જવાબ આપ્યો કે હું કિસ કરીને કોઈની સરખામણી નથી કરતી. ઉલ્લેખનીય છે કે આલિયા ભટ્ટે ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યરથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. હવે હાલમાં તેને સારી-સારી ફિલ્મો મળી રહી છે.
Recent Comments