નાના ભાઈ રાજીવના નિધનના પાંચમા દિવસે મોટા ભાઈ રણધીરે આપી બર્થડે પાર્ટી
૫૮ વર્ષીય રાજીવ કપૂરનું નિધન ૯ ફેબ્રુઆરીના રોજ થયું હતું. રાજીવ કપૂરના અવસાનના પાંચમા દિવસે કપૂર પરિવારે રણધીર કપૂરનો ૭૪મો જન્મદિવસ ૧૪ ફેબ્રુઆરીના રોજ સેલિબ્રેટ કર્યો હતો. રણધીર કપૂરનો જન્મદિવસ ૧૫ ફેબ્રુઆરીના રોજ છે. રાજીવ કપૂરની અંતિમ વિધિ ચેમ્બુર સ્થિત ઘરમાં કરવામાં આવી હતી. હવે પાંચ દિવસ બાદ આ જ ઘરમાં પાર્ટી કરવામાં આવી હતી.
પાર્ટીમાં કપૂર પરિવાર સામેલ થયો હતો. સો.મીડિયા યુઝર્સે પણ કપૂર પરિવારે આ રીતે પાર્ટી સેલિબ્રેટ કરી તે અંગે તેમને ટ્રોલ કર્યા હતા. યુઝર્સે કહ્યું હતું કે રાજીવના મોતને હજી ૧૦ દિવસ પણ નથી થયાં અને કપૂર પરિવાર પાર્ટી કરવા લાગ્યો! કરીના કપૂરની ડિલિવરીને હવે માંડ એક કે બે દિવસ બાકી છે. તે પણ પાર્ટીમાં જાેવા મળી હતી. ગ્રીન સિલ્કી કફ્તાનમાં કરીના કપૂર ઘણી જ સુંદર લાગતી હતી.
સૈફ અલી ખાન દીકરા તૈમુર સાથે આવ્યો હતો. કરન જાેહર, સંજય કપૂર પત્ની મહિપ કપૂર સાથે આવ્યો હતો. નીતુ સિંહ દીકરી રિદ્ધિમા સાથે આવ્યા હતા તો રણબીર કપૂર પ્રેમિકા આલિયા ભટ્ટ સાથે જાેવા મળ્યો હતો. રાજીવની બહેન રિમા જૈન દીકરા અરમાન સાથે જાેવા મળ્યાં હતાં. રિમા જૈનનો દીકરો આદર જૈન ગર્લફ્રેન્ડ તારા સુતરિયા સાથે આવ્યો હતો.
Recent Comments