અભિનેતા પ્રભાસને લૉકડાઉન પડ્યુ ભારેઃ ડુબી ગયો ૧૦૦૦ કરોડના દેવામાં

વર્ષ ૨૦૨૦ આખી દુનિયામાં મુશ્કેલીઓ લઇને આવ્યુ, ફિલ્મ જગતથી લઇને ઉદ્યોગ જગત આખુ ધરાશાયી થઇ ગયુ. કેટલાય લોકો પોતાના રોજગારથી બેદખલ થઇ ગયો તો કેટલાકનો રોજગાર ઓછો થઇ ગયો. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના હીરો-હીરોઇનો પર પણ આનો માર સહન કરવાનો વારો આવ્યો. આ સિલસિલમાં બાહુબલી જેવી ધાંસૂ ફિલ્મ આપનારો એક્ટર પ્રભાસ પણ ઘાટામાં આવી ગયો. તેની ખુદની પ્રૉડક્શન કંપની પણ નુકશાનમાં ઉતરી ગઇ, અને કારણે એક્ટર પ્રભાસ લગભગ ૧૦૦૦ કરોડના દેવામાં ડુબી ગયો છે.
એક્ટર પ્રભાસની કંપની યૂવી ક્રિએશન્સ હવે ફિલ્મ રાધે શ્યામ લઇને આવી રહી છે. ફિલ્મમાં પ્રભાસ અને પૂજા હેગડે લીડ રૉલમાં છે. બન્નેની ફિલ્મનુ ટીડર પણ રિલીઝ કરવામાં આવી ચૂક્યુ છે. ફિલ્મનુ શૂટિંગ યુરોપમાં કરવામા આવ્યુ છે. જે ૩૦ જુલાઇએ રિલીઝ થવાની છે. કંપનીને ભારે નુકશાનના કારણે પ્રભાસ અને તેની ટીમને આ ફિલ્મથી ખુબ મોટી આશા છે. ફિલ્મમાં પ્રભાસ લવર બૉયની ભૂમિકા નિભાવી રહ્યો છે. ફિલ્મનુ નિર્દેશન રાધા કૃષ્ણ કુમારે કર્યુ છે.
Recent Comments