પ્રખ્યાત ગીતકાર સંતોષ આનંદની મદદ કરતા નેહા કક્કરની થઇ વાહવાહી
બોલિવુડની પ્રખ્યાત સિંગર નેહા કક્કર સારી ગાયિકા તો છે જ સાથો સાથ તે એક સારી વ્યક્તિ પણ છે. નેહા કેટલી ઇમોશન અને દરિયાદિલ છે તેની ઝલક ઇન્ડિયન આઇડલના મંચ પર દેખાતી જ રહે છે. તાજેતરમાં જ નેહાએ પોતાની દરિયાદિલીનું ઉદાહરણ ફરી એક વખત રજૂ કરતાં પ્રખ્યાત ગીતકાર સંતોષ આનંદની મદદ કરી. ત્યારબાદ તેના ચારેયબાજુ વખાણ થઇ રહ્યા છે. તાજેતરમાં જ ઇન્ડિયન આઇડલના સેટ પર મ્યુઝિક ડાયરેકટર પ્યારેલાલ સંગ ગીતકાર સંતોષ આનંદ આવ્યા હતા. સંતોષ આનંદે કહ્યું હતું કે તેઓ આર્થિક રીતે ખૂબ જ નબળા પડી ગયા છે.
તેમના માથે ઘણું દેવું છે અને સતત મુશ્કેલીમાં ફસાતા જઇ રહ્યા છે. તેમની આ સ્થિતિ જાણી નેહા કક્કર ખૂબ જ ભાવુક થઇ અને તરત જ તેણે પાંચ લાખ રૂપિયા દાન આપવાની જાહેરાત કરી. નેહા કક્કરે સંતોષ આનંદની આર્થિક મદદ કરવાની સાથો સાથ ભારતીય મનોરંજન ઉદ્યોગને પણ અનુરોધ કર્યો કે તેઓ સંતોષજીને કંઇક કામ આવે. એટલું જ નહીં વિશાલ દદલાનીએ પણ સંતોષજીને પોતાના ગીતો શેર કરવા માટે કહ્યું અને સાથો સાથ કહ્યું કે તેને રીલીઝ કરશે. નેહાએ સંતોષજી માટે ‘એક પ્યાર કા નગમા’ ગીત પણ ગાયું.
આ પહેલો મોકો નથી જ્યારે નેહા સેટ પર મહેરબાન થઇ ગઇ હોય. ગયા વર્ષે ડિસેમ્બરમાં નેહાએ શાંતાબાઇ પવાર ઉર્ફે વૉરિયર આજીને એક લાખ રૂપિયા આપ્યા હતા. વૉરિયર આજીનો વીડિયો રસ્તા પર લાઠી કાઠી પર્ફોમ કરતાં વાયરલ થયો હતો. તેમણે કહ્યું હતું કે હું ૧૦ અનાથ દીકરીઓનું ભરણપોષણ અને દેખભાળ કરી રહી છું. કેટલીક વાર લોકડાઉનમાં એવું થયું કે દીકરીઓનું પેટ ભરવા માટે હું ભૂખી રહી છું.
Recent Comments