કોરોના નિયમ ભૂલી બાઇક પર ફરવા નીકળ્યો વિવેક ઓબેરોય, પોલીસે પકડાવી પાવતી
બોલિવૂડ એક્ટર વિવેક ઓબેરોયનો એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે બાઇક પર પત્નીને પાછળ બેસાડેલી નજરે પડે છે. ખરેખર વિવેક ઓબેરોયનો આ વીડિયો પણ ચર્ચાનો વિષય બની ગયો છે કારણ કે વિવેક હેલ્મેટ અને માસ્ક પહેર્યા વિના બાઇક ચલાવતો નજરે પડે છે. વિવેકનો વીડિયો સામે આવતાની સાથે જ સામાજિક કાર્યકર મીનુ વર્ગીસે મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખ અને રાજ્ય પોલીસને ટ્રાફિક નિયમોના ભંગ બદલ ઓબેરોય વિરુદ્ધ કાર્યવાહી કરવા વિનંતી કરી હતી. જે બાદ મુંબઇ પોલીસે હેલ્મેટ વગર બાઇક ચલાવવા બદલ અભિનેતા વિરુદ્ધ ઇ-ચલન બહાર પાડ્યું હતું. તે જ સમયે સાન્ટા ક્રુઝ ટ્રાફિક પોલીસે વિવેકને દંડ ફટકાર્યો છે.
તમને જણાવી દઈએ કે વિવેક ઓબેરોયે ૧૪ ફેબ્રુઆરીના દિવસે પોતાના ટિ્વટર હેન્ડલ પરથી વેલેન્ટાઇનનો એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે તેની પત્ની સાથે સાથિયા ફિલ્મની સ્ટાઇલમાં મુંબઇની શેરીઓમાં બાઇક રાઇડની મજા માણતો નજરે પડે છે.
આ વીડિયો શેર કરતી વખતે, અભિનેતાએ કેપ્શનમાં લખ્યું – આ મનોરમ વેલેન્ટાઇન ડેની શરૂઆત હું મારી પત્ની અને તે! પરંતુ તેની એક માત્ર ભૂલને કારણે હવે તે મુશ્કેલીમાં આવી ગયો છે. આ વીડિયો પછી જ સામાજિક કાર્યકર્તા મીનુ વર્ગીસે મુંબઈ પોલીસને ટેગ કર્યું અને માસ્ક ન પહેરવા અને હેલ્મેટ ન પહેરવા બદલ તેમની સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
Recent Comments