fbpx
બોલિવૂડ

રાખીએ પોતાની માતાની તસ્વીર શેર કરતા સોશિયલ મીડિયા પર સન્નાટો

હું સમાચાર સાંભળીને સન્ન રહી ગઇ છુ કે મારી પાસે કહેવા માટે કોઇ શબ્દો નથીઃ કામ્યા પંજાબી

રિયાલીટી શો બિગ બોસ ૧૪મા દર્શકોને સતત હસાવતી રહેતી રાખી સાવંત તેના અંગત જીવનમાં પારાવાર મુશ્કેલીઓ સામે લડી રહી છે. આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે રાખીએ કેન્સર સામે લડી રહેલી તેની માતાની એક તસવીર શેર કરી હતી. બિગ બોસમાં રાખી સતત તેની માતા ઠીક થઇ જાય તેવી દુઆ કરતી નજરે ચડે છે. રાખીએ શોમાંથી બહાર આવી પહેલી પોસ્ટ કરી સાથે સાથે તેના પ્રશંસકોને કહ્યુ કે પ્રાર્થના કરો મારી મમ્મી જલ્દી સાજી થઇ જાય.

રાખીએ તેના ઇન્સ્ટાગ્રામ પર તેની માની કેટલીક તસવીર શેર કરી છે જેમાં તેની માતા વાળ વગરની જાેઇ શકાય છે જેમાં રાખીની માતા કીમો થેરાપી પછી વાળ વગરની જાેઇ શકાય છે. કેન્સરની સારવાર લઇ રહી છે. રાખીની માતાની તસવીર જાેઇને કામ્યા પંજાબી હેરાન થઇ હતી તેણે રાખીને પોસ્ટ શેર કરીને કહ્યુ કે બિગ બોસ ફાઇનલ પછી આ તારી પહેલી પોસ્ટ છે. હું સમાચાર સાંભળીને સન્ન રહી ગઇ છુ કે મારી પાસે કહેવા માટે કોઇ શબ્દો નથી.

છેલ્લા કેટલાયે મહિનાઓથી તે દુનિયાનુ મનોરંજન કર્યુ અને તુ આટલી મોટી તકલીફમાં હતી. કોઇ આ વાતની કલ્પના પણ ન કરી શકે. રાખી તારી સાથે કોઇ શું હરીફાઇ કરે તુ તો સૌથી આગળ છો દોસ્ત તુ તો અનોખી છો. તુ જિંદગીની વિજેતા છો. રાખી સાવંતની માતા છેલ્લા કેટલાયે સમયથી કેન્સરની ખતરનાક બીમારી સાથે લડી રહી છે. તેમની કીમથેરેપીની સારવાર ચાલી રહી છે તેમની સારવાર પાછળ ખુબજ ખર્ચ થઇ રહ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/