શાહરૂખની દીકરી સુહાનાએ ઇન્સ્ટા પર શેર કરી હૉટ તસવીર, કાયલ થયા ફેન્સ

બૉલીવુડના બાદશાહ શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાને ફરી એકવાર પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરીને તહેલકો મચાવી દીધો છે. સુહાના આ તસવીરમાં એકદમ હૉટ લાગી રહી છે, અને આ તસવીર સોશ્યલ મીડિયા પર ખુબ ઝડપથી વાયરલ થઇ રહી છે. ફેન્સ આ હૉટ અંદાજ પર સખત કૉમેન્ટ અને લાઇક્સ કરી રહ્યાં છે. સુહાનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ તસવીર શેર કરતાં લખ્યું- આ તસવીરો વિશે કંઇક કહો…. આના પર ફેન્સ સતત પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે. એક ફેને સુહાના માટે લખ્યું- યૂ લૂક અમેઝિંગ, વળી બીજા એકે લખ્યું- તમે આ તસવીરમાં એકદમ હૉટ લાગી રહ્યાં છો સુહાના. વળી એક ફેન્સે પુછ્યુ બૉલીવુડમાં એન્ટ્રી ક્યારે લઇ રહી છો સુહાના. આઉટફિટમાં સુહાના એકદમ હૉટ લાગી રહી છે, વળી તેની આંખો પણ એટ્રેક્ટિવ લાગી રહી છે. સુહાના હંમેશા સોશ્યલ મીડિયા પર પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.
Recent Comments