fbpx
બોલિવૂડ

એક્ટર રામ કપૂરે પોર્શે ૯૧૧ કરેરા એસ સ્પોટ્‌ર્સ કાર ખરીદી

ટેલિવિઝન એક્ટર રામ કપૂરે ફરી એકવાર મોંઘી કાર પ્રત્યેનો પોતાનો શોખ સાબિત કરી દીધો છે. રામ કપૂરના ગાડીઓના કાફલામાં વધુ એકનો ઉમેરો થયો છે. રામ કપૂરે હાલમાં જ લક્ઝરી કાર ખરીદી છે. ‘બડે અચ્છે લગતે હૈ’ સીરિયલના એક્ટરે મુંબઈમાં પોર્શે ૯૧૧ કરેરા એસ ખરીદી છે. રામ કપૂરની આ ટુ-ડોર કાર જેનેટિન બ્લૂ મેટાલિક રંગમાં છે.

રામ કપૂરે ખરીદેલી પોર્શે ૯૧૧ કરેરા એસ ભારતમાં ૨૦૧૯માં લોન્ચ થઈ હતી. ભારતમાં તેની કિંમત ૧.૮૪ કરોડ રૂપિયા છે. રામ કપૂરે પોતાની આ નવી કારની તસવીર સો.મીડિયા પર પોસ્ટ નથી કરી પરંતુ પોર્શે ઈન્ડિયાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી તસવીરો શેર કરાઈ છે. તસવીરોમાં જાેઈ શકો છો કે રામ કપૂર પોતાની બ્રાન્ડ ન્યૂ કાર અને શો રૂમના સ્ટાફ સાથે ઊભેલો છે.

પોર્શેના મુંબઈ સ્થિત શો રૂમના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર પણ રામ કપૂરની નવી કારની તસવીરો શેર કરવામાં આવી છે. પોર્શેએ ફરી એકવાર રામ કપૂરનું પોતાના પરિવારમાં સ્વાગત કર્યું છે. તસવીરોમાં નવી કાર ખરીદવાની ખુશી રામ કપૂરના ચહેરા પર સ્પષ્ટ જાેઈ શકાય છે.

ઘણાં લોકોને ખબર નહીં હોય પણ રામ કપૂરને માત્ર કાર જ નહી બાઈક્સનો પણ એટલો જ શોખ છે. રામ કપૂર હાર્લી ડેવિડસન બાઈકનો માલિક છે અને ઘણીવાર મુંબઈના રસ્તા પર પોતાના બાઈક પર ફરતો જાેવા મળે છે.

હાલ તો રામ કપૂર ટીવીના પડદાથી દૂર છે પરંતુ વેબ શોમાં વ્યસ્ત છે. રામ કપૂર સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે. રામ અવારનવાર પોતાના પાલતુ કૂતરા પોપાયના વિડીયો શેર કરતો રહે છે. આ વિડીયોમાં રામ કપૂર ઘણીવાર મસ્તીમાં કહી ચૂક્યો છે તેની પત્ની ગૌતમી પોપાયને વધારે પ્રેમ કરે છે અને પંપાળે છે. રિયલ લાઈફમાં મોજીલો રામ આ પ્રકારના ઘણાં ફની વિડીયો શેર કરીને ફેન્સ-ફોલોઅર્સને મનોરંજન પૂરું પાડતો રહે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/