fbpx
બોલિવૂડ

પોર્નોગ્રાફી કેસમાં શર્લિન ચોપરાએ વ્હોટ્‌સએપ ચેટ અને કોન્ટ્રાક્ટની ડિટેઈલ તપાસ ટીમને સોંપી

પોર્નોગ્રાફી કેસમાં એક્ટ્રેસ શર્લિન ચોપરાની ક્રાઈમ બ્રાંચની પ્રોપર્ટી સેલ ટીમે ૮ કલાક પૂછપરછ કરી છે. આ દરમિયાન એક્ટ્રેસના રાજ કુંદ્રાની સાથે તેમના સંબંધો વિશે પૂછવામાં આવ્યું હતું. એક્ટ્રેસે શુક્રવાર બપોરે ૧૨.૧૫ કલાકે ક્રાઈમ બ્રાંચની ઓફિસ પહોંચી હતી અને રાત્રે ૮ વાગે ઓફિસથી બહાર નીકળી. શર્લિને રાજ કુંદ્રાની વિરુદ્ધ ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે.

શર્લિનનો પોર્ન કેસમાં ધરપકડ અને જેલમાં બંધ રાજ કુંદ્રાની ફર્મ ‘આર્મ્સપ્રાઈમ મીડિયા’ની સાથે કોન્ટ્રાક્ટ હતો. તે કોન્ટ્રાક્ટની કોપી લઈને ક્રાઈમ બ્રાંચની ઓફિસ પહોંચી હતી. શર્લિન ચોપરાને પ્રોપર્ટી સેલ વિભાગે ૧૬૦ સીઆરપીસીના અંતર્ગત સમન મોકલ્યું હતું.

બહાર આવ્યા બાદ એક્ટ્રેસે જણાવ્યું, આજે હું મુંબઈ પોલીસને મળવા ગઈ હતી, જ્યાં તેમને મને રાજ કુંદ્રાના કેસ સાથે સંબંધિત અને આર્મ્સપ્રાઈમ મીડિયાને લઈને ઘણા સવાલ પૂછ્યા.

એક્ટ્રેસે જણાવ્યું, પોલીસે તેને પૂછ્યું, રાજ કુંદ્રાની સાથે તેના સંબંધો કેવા હતા? તે સાથે પૂછવામાં આવ્યું કે, રાજની અન્ય કંપનીઓ વિશે તે શું જાણ છે?
શર્લિને રાખી સાવંતને લઈને પણ કહ્યું, તેને પોલીસને ઘણી જાણકારીઓ આપી દીધી છે, કેમ કે, તે આ રેકેટમાં ફસાયેલી છોકરીઓની મદદ કરવા માગે છે. તેને પોલીસને કહ્યું, તેઓ તેને ગમે તેટલા સવાલ પૂછી શકે છે. આ દરમિયાન એક્ટ્રેસે રાખી સાવંત વિશે પણ વિરોધ દર્શાવ્યો હતો અને કહ્યું હતું, રાખીએ જાેયા જાણ્યા વગર કોઈના વિશે કંઈ ન કહેવું જાેઈએ.

રાખીએ કહ્યું હતું, રાજ કુંદ્રા એક સન્માનિત વ્યક્તિ છે અને શિલ્પા એક મહેનતુ અભિનેત્રી છે. કેટલાક લોકો રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટી પાસેથી પૈસા વસૂલવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ તેમને બદનામ કરવાનો પ્રયાસ છે. હું વિશ્વાસ કરી શકતી નથી કે રાજ કુંદ્રાએ કંઈપણ આવું કર્યું હોય. તે એક સારો વ્યક્તિ છે.

શર્લિને જણાવ્યું, તેણે એ પણ પૂછવામાં આવ્યું હતું કે, મેં તેની (રાજની) સાથે કેટલા વીડિયો શૂટ કર્યા અને તે કયા કન્ટેન્ટ પ્રોડક્શનનો હિસ્સો હતા. આ વસ્તુઓની જાણકારી શેર કરતા આખો દિવસ પસાર થઈ ગયો. એટલે સુધી કે, મેં પણ પૂછ્યું કે હજી કોઈ સવાલ છે, કૃપા કરીને પૂછો કેમ કે હું તે તમામ મહિલાઓ, કલાકારો માટે ન્યાય ઈચ્છું છું, જે આ પોર્નોગ્રાફી રેકેટનો ભોગ બની છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/