fbpx
બોલિવૂડ

મુનમુન દત્તાએ અંબાજીની મુલાકાત કરી, અ’વાદમાં ગુજરાતી થાળીનો સ્વાદ માણ્યો

ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં દેશ-વિદેશથી માઈ ભક્તો દર્શાર્થે આવતા હોય છે. રાજકીય નેતાઓથી માંડીને મનોરંજન જગતના સિતારાઓ પણ મા અંબાના આશીર્વાદ લેવા અંબાજી આવી ચૂક્યા છે. ત્યારે ગુરુવારે સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં બબીતાનો રોલ કરતી અભિનેત્રી મુનમુન દત્તાએ અંબાજીની મુલાકાત લીધી હતી.

ગુરુવારે સવારે મુનમુન દત્તા અંબાજી ખાતે આવી પહોંચી હતી અને મા અંબાના આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ મુનમુને ભટ્ટજી મહારાજના આશીર્વાદ પણ લીધા હતા. ‘બબીતાજી’ મા અંબાના દર્શને આવ્યા હોવાથી તેમને જાેવા માટે મંદિરમાં ભીડ પણ જાેવા મળી હતી. મુલાકાત દરમિયાન મુનમુને કેટલાક ફેન્સ સાથે ખુશી-ખુશી તસવીરો પણ ક્લિક કરાવી હતી.

પોપટી રંગના ડ્રેસમાં મુનમુન દત્તા હંમેશાની જેમ આકર્ષક લાગતી હતી. મા અંબાના દર્શન કર્યા પછી યાદગીરી રૂપે તેણે મંદિર પરિસરમાં ફોટો પણ ક્લિક કરાવ્યો હતો.

મુંબઈ પાછા જતાં પહેલા મુનમુને અમદાવાદમાં પણ હૉલ્ટ કર્યો હતો. મુનમુને અમદાવાદની પ્રખ્યાત રેસ્ટોરાંમાં ગુજરાતી થાળીનો સ્વાદ માણ્યો હતો. મુનમુને પોતાના સો.મીડિયા અકાઉન્ટ પર રેસ્ટોરાંમાંથી કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં મુનમુનની સામે ગુજરાતી ભોજન પીરસાયેલું જાેવા મળી રહ્યું છે. આ તસવીરો શેર કરતાં એક્ટ્રેસે લખ્યું, “તાજેતરમાં જ અમદાવાદમાં મજેદાર ભોજનનો આનંદ લીધો.”

મુનમુનની આ તસવીરો જાેતાં લાગી રહ્યું છે કે, ગુજરાતની તેની ઉડતી મુલાકાત યાદગાર રહી હશે. જણાવી દઈએ કે, છેલ્લા ૧૪ વર્ષથી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં બબીતાનો રોલ કરતી મુનમુન લગભગ છેલ્લા એકાદ મહિનાથી શોમાંથી ગાયબ છે. એવામાં થોડા દિવસ પહેલા અટકળો લાગી હતી કે મુનમુને શો છોડી દીધો છે. જાેકે, આ માત્ર અફવા સાબિત થઈ હતી. શોના પ્રોડ્યુસર ઉપરાંત મુનમુન દત્તાએ પોતે પણ ચોખવટ કરી હતી કે તેણે સીરિયલ છોડી નથી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/