fbpx
બોલિવૂડ

અભિનેત્રી નુસરત ભરૂચાને શૂટિંગના સમયે અટેક આવતા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી

બોલિવૂડ અભિનેત્રી નુસરત ભરૂચાની છેલ્લા ઘણા દિવસથી તબિયત ખરાબ છે તેમ છતાં અભિનેત્રી શૂટિંગ કરી રહી હતી. શૂટિંગના સમયે નુસરતની તબિયત એટલી ખરાબ થઈ ગઈ હતી કે તે મુશ્કેલીથી ઊભી થઈને વાત કરી શકતી હતી. નુસરતી ખરાબ થતી તબિયતના કારણે તેને ફિલ્મના સેટ પરથી જ હિન્દુજા હોસ્પિટલ ખસેડવામાં આવી.

નુસરત ભરૂચા લવ રંજનની એક ફિલ્મનું શૂટિંગ મુંબઈના એક સ્ટૂડિયોમાં કરી રહી હતી. પરંતુ નુસરતને ચક્કર આવ્યા બાદ ફિલ્મનું શૂટિંગ રોકી દેવામાં આવ્યું છે. ફિલ્મમેકરે નુસરતની સાથે ૨૩-૨૪ દિવસનું શૂટિંગ કર્યું છે. નુસરતના મોટાભાગના સીનનું શૂટિંગ બાકી છે.

ફિલ્મની બેલેન્સ કાસ્ટ પણ શૂટિંગ નથી કરી રહી કેમ કે માનવામાં આવી રહ્યું છે કે નુસરતના સીન ફિલ્મમાં વધારે છે. સંપર્ક કરવા પર નુસરતે એ વાતની પુષ્ટિ કરી અને કહ્યું, ડૉક્ટરોએ તેને વર્ટિગો અટેક ગણાવ્યો છે, જે કદાચ તણાવના કારણે આવ્યો છે. મહામારીએ ભાવનાત્મક, શારીરિક અને આર્થિક રીતે દરેકને ભારે નુકસાન પહોંચાડ્યું છે.

નુસરતે કહ્યું, હું આ ફિલ્મના શૂટિંગ દરમિયાન એક હોટેલમાં રોકાઈ હતી. હોટેલ સેટથી નજીક હતો. આજના સમયમાં મને લાગે છે એ સારું રહેશે કે કેમ કે તેનાથી મને મારા ઘરેથી સેટ સુધી પહોંચવાનો જે સમય લાગે છે તે બચી જશે. એક દિવસ, લગભગ ત્રણ સપ્તાહના શૂટિંગ બાદ, મને કમજાેરી મહેસૂસ થઈ અને મેં શૂટિંગ પર જવાની ના પાડી દીધી.

નુસરત ભરૂચાએ જણાવ્યું, મેં વિચાર્યું કે હું એક કે બે દિવસમાં સ્વસ્થ થઈ જઈશ પરંતુ બીજાે દિવસ પણ મારી તબિયત ખરાબ હતી તેમ છતાં હું સેટ પર પહોંચી અને થોડી મિનિટ બાદ આ બધું થયું. હું કંઈ કરી શકી નહી. અને મને હિન્દુજા હોસ્પિટલમાં ખસેડવામાં આવી અને ત્યાંથી મને વ્હીલચેર પર ઉપર લઈ જવામાં આવી હતી. મારું બ્લડ પ્રેશર ત્યારે ઘટીને ૬૫/૫૫ થઈ ગયું હતું.

નુસરતે કહ્યું, ત્યાં સુધીમાં મમ્મી-પપ્પા હોસ્પિટલમાં આવી ગયા હતા. આગામી ૬-૭ દિવસ ખરાબ હતા. હું હોસ્પિટલમાં દાખલ નહોતી થઈ, હું ઘરે દવાઓ લઈ રહી છું. બધી તપાસ થઈ ગઈ છે. ડૉક્ટરે ૧૫ દિવસ માટે બેડ રેસ્ટની સલાહ આપી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/