fbpx
બોલિવૂડ

રાષ્ટ્રીય કોચે મને ઓલમ્પિક ક્વોલિફાયરમાં હારવા માટે કહ્યું હતું : મનિકા બત્રા

વિશ્વની ૫૬મા નંબરની ખેલાડી મનિકા બત્રાએ જણાવ્યું કે, જેણે (રોય) પોતાને મેચ ફિક્સિંગ માટે કહ્યું હતું, તે જાે તેના સાથે કોચ તરીકે બેસી જાત તો તે મેચ પર ફોકસ ન કરી શકેત. મનિકાએ ટીટીએફઆઈ સચિવ અરૂણ બેનર્જીને મોકલેલા જવાબમાં કહ્યું હતું કે, ‘અંતિમ મિનિટે તેમની દખલથી પેદા થતી વ્યવધાનથી બચવા માટે રાષ્ટ્રીય કોચ વગર રમવાના મારા ર્નિણય પાછળ વધુ એક ગંભીર કારણ પણ હતું. રાષ્ટ્રીય કોચે માર્ચ ૨૦૨૧માં દોહા ક્વોલિફિકેશન ટુર્નામેન્ટમાં મારા પર દબાણ બનાવ્યું હતું કે, તેમની પ્રશિક્ષુ સામેની મેચ ગુમાવી દઉં જેથી તે ઓલમ્પિક માટે ક્વોલિફાઈ થઈ શકે. ટૂંકમાં મને મેચ ફિક્સિંગ માટે કહેવામાં આવ્યું હતું.’ મનિકાએ જણાવ્યું કે, મેં તેમને કોઈ વચન નહોતું આપ્યું અને તરત જ ટીટીએફઆઈને આ અંગે જાણ કરી હતી. જાેકે તેમના દબાણ અને ધમકીની મારી રમત પર અસર પડી. અનેક પ્રયત્નો છતાં રોય સાથે સંપર્ક નથી થઈ શક્યો. ખેલાડીમાંથી કોચ બનેલા રોયને વર્તમાન રાષ્ટ્રીય શિબિરમાંથી બહાર રહેવા કહેવામાં આવ્યું છે. ટીટીએફઆઈએ તેમને તેમનો પક્ષ રાખવા માટે પણ કહ્યું છે.

રોય રાષ્ટ્રમંડલ ખેલોની ટીમ સ્પર્ધાના ગોલ્ડ મેડાલિસ્ટ છે અને તેમને અર્જુન પુરસ્કાર પણ મળી ચુક્યો છે. ‘આરોપ રોયની વિરૂદ્ધ છે. તેમણે જવાબ આપવો જાેઈએ. પછી આગળ અંગે ર્નિણય લઈશું.’- અરૂણ બેનર્જી, સચિવ, ટીટીએફઆઈ ‘મારા પાસે આ ઘટનાનો પુરાવો છે જે હું ઉચિત સમયે રજૂ કરીશ. મને મેચ ગુમાવવા માટે કહેનારા રાષ્ટ્રીય કોચ મારા હોટેલના રૂમમાં આવ્યા અને આશરે ૨૦ મિનિટ મારા સાથે વાત કરી હતી. તેમણે અનૈતિક રીતે પોતાની પ્રશિક્ષુને આગળ વધારવા પ્રયત્ન કર્યો જે તે સમયે તેમના સાથે આવી હતી.’ટેબલ ટેનિસ સ્ટાર મનિકા બત્રાએ આરોપ લગાવ્યો છે કે, રાષ્ટ્રીય કોચ સૌમ્યદીપ રોયે તેને માર્ચમાં ઓલમ્પિક ક્વોલિફાયર દરમિયાન એક મેચ ગુમાવવા માટે કહ્યું હતું અને આ કારણે જ ટોક્યો ઓલમ્પિકમાં એકલ સ્પર્ધામાં તેણે રોયની મદદ લેવાની ના પાડી દીધી હતી. ભારતીય ટેબલ ટેનિસ મહાસંઘની કારણ બતાવો નોટિસનો જવાબ આપતી વખતે મનિકાએ એ વાતનું પૂરજાેશમાં ખંડન કર્યું હતું કે રોયની મદદ લેવાનો ઈનકાર કરીને તેણે રમતની શાખને નુકસાન પહોંચાડ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/