fbpx
બોલિવૂડ

કરીના કપૂરે લેકમી ફેશન વીકમાં રેમ્પ વોક કર્યું

લેકમી ફેશન વીક ૨૦૨૧નું ફિનાલે રવિવારે હતું. ૫ દિવસ ચાલેલ આ ઇવેન્ટમાં ફેશન અને સુંદરતાનો તાલમેલ જાેવા મળ્યો. ફિનાલેમાં કરીના કપૂર શો સ્ટોપર બનીને પહોંચી. દર વર્ષની જેમ આ વર્ષે પણ કરીના છવાઈ ગઈ હતી અને દરેક જગ્યા પર તેની જ ચર્ચા થઈ રહી હતી. કૂરીનાએ ડિઝાઇનર ગૌરવ ગુપ્તા માટે રેમ્પ વોક કર્યું. રેમ્પ વોક વખતે તેનો અદ્ભુત સ્વેગ અને જબરદસ્ત કોન્ફિડન્સ જાેવા લાયક હતો. કરીનાએ વન શોલ્ડર વ્હાઇટ શિમરી ગાઉન પહેર્યું હતું જે મરમેડ સ્ટાઇલ અને ફ્લોર લેન્થમાં હતું.

કરીનાએ મેકઅપની પણ અહી ચર્ચા કરવી પડશે તેણે હેરમાં ટાઇટ બન બનાવ્યું હતું જેથી જાેનાર દરેકનું ધ્યાન માત્ર તેના કપડાં પર જાય. ફ્લોલેસ બેસ, કોન્ટયૂર ચીકબોન્સ, ગોલ્ડન આઇશેડો અને ડાર્ક કાજલ તેની સુંદરતાને વધુ સુંદર બનાવતા હતા. તેણે વાઇન કલરની લિપસ્ટિક લગાવી હતી અને કોઈ જ્વેલરી કેરી કરી નહતી. કરીના જ્યારે સ્ટેજ પર ગૌરવ ગુપ્તાની સાથે પહોંચી હતી ત્યારે પાણીથી ભરેલ સ્ટેજને અલગ લૂક મળ્યો હતો. જેહના જન્મ સમયથી કરીનાનું વજન ખૂબ વધી ગયું હતું.

ડિલિવરી બાદ તે સતત વર્કઆઉટ કરી રહી હતી અને અંતે તે ફિટ અને પરફેક્ટ શેપમાં આવી ગઈ છે. કરીના દર વર્ષે લેકમી ફેશન વીકમાં જાેવા મળે છે. દર વર્ષે તે તેના ગ્રેસ અને એલિગેન્સથી સૌને પાછળ છોડી દે છે. આ વર્ષે લેકમી ફેશન વીકમાં બોલિવૂડના ઘણાં સેલિબ્રિટીઝે ગ્લેમરસ ડિઝાઈનર આઉટફિટમાં રેમ્પ પર જાદુ ચલાવ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/