fbpx
બોલિવૂડ

દિપીકા પાદુકોણે પતિ રણવીર સિંહને આપી એક ખાસ સરપ્રાઇઝ

દીપિકાના વખાણ કરતી વખતે રણવીરે કહ્યું હતું કે તે ખૂબ નસીબદાર છે કે તેને આવો જીવનસાથી મળ્યો છે. તેણે મારી ટીકા કરીને મને મારા કામમાં વધુ સારો બનાવ્યો છે. હું તેને ખૂબ પ્રેમ કરું છું અને તેનો ટેકો મને સારો હોસ્ટ બનવામાં મદદ કરશે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ કબીર ખાનની ફિલ્મ ૮૩ માં સાથે જાેવા મળશે. આ ફિલ્મ ક્રિસમસ નિમિત્તે રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં દીપિકા રણવીરની પત્નીનો રોલ કરતી જાેવા મળશે.રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ બોલિવૂડના શ્રેષ્ઠ કપલમાંથી એક છે. તેઓ કપલ ગોલ્સ સેટ કરતા રહે છે. બંનેની જાેડી ચાહકોના દિલ જીતી લે છે. રણવીર સિંહ આજથી ટીવી પર ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. તેમનો શો ધ બિગ પિક્ચર આજથી શરૂ થઈ રહ્યો છે. દીપિકાએ તેના શોના શૂટિંગના પહેલા દિવસે એક ખાસ સરપ્રાઈઝ આપી હતી. રણવીર સિંહ ક્વિઝ રિયાલિટી શોથી ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. જેમાં સ્પર્ધકો ફોટાને ઓળખીને પૈસા જીતવાના છે. રણવીરના શોના ચાહકો આતુરતાથી રાહ જાેઈ રહ્યા હતા. આ શો દ્વારા લોકોને લાખો રૂપિયા જીતવાની તક મળશે. રણવીર આ શો માટે ખૂબ જ ઉત્સાહિત છે. ધ બિગ પિક્ચરના શૂટિંગના પહેલા દિવસે દીપિકા પાદુકોણે રણવીરને ફૂલો અને હસ્તલિખિત નોટ મોકલી હતી. આ વિશે વાત કરતા રણવીરે કહ્યું હતું કે પહેલા દિવસે હું ખૂબ જ નર્વસ અને ઉત્સાહિત હતો. દીપિકાએ શો માટે શુભેચ્છાઓ આપવા માટે મને ફૂલો અને એક નોટ મોકલી. અગાઉ રણવીર સિંહે કહ્યું હતું કે દીપિકા શરૂઆતથી જ તેમના માટે સપોર્ટ સિસ્ટમ રહી છે. એટલું જ નહીં, તેણે રણવીરને ક્વિઝ શો હોસ્ટ કરવા માટે ટિપ્સ પણ આપી હતી. રણવીરે કહ્યું હતું કે દીપિકા તેની ક્રિએટિવ બાઉન્સિંગ બોર્ડ છે. તે તેની સૌથી મોટી ટીકાકાર છે જે તેને તેનું શ્રેષ્ઠ કાર્ય કરવામાં મદદ કરે છે. રણવીરે કહ્યું હતું કે કેવી રીતે દીપિકાએ તેને ક્વિઝ શો વિશે પ્રશ્નો પૂછ્યા, જેના ઇનપુટથી તેને ઘણી મદદ મળી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/