fbpx
બોલિવૂડ

નેહા ક્કડરનો પૂર્વ પ્રેમી હિમાંશુ કોહલીનો આજે બર્થ ડે

નેહા કક્કર અને હિમાંશ કોહલીની લવ સ્ટોરી લગભગ ચાર વર્ષ સુધી ચાલી હતી. સિંગરે બ્રેકઅપ બાદ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી અને લખ્યું કે ‘કોઈ પણ છોકરી ત્યારે જ ખુશ થાય છે જ્યારે તેને યોગ્ય પ્રેમ મળે અને તેની સાથે યોગ્ય વ્યવહાર કરવામાં આવે.’ મીડિયા રિપોર્ટ અનુસાર, હિમાંશ ૪ વર્ષના રિલેશનશિપમાં વારંવાર નેહા પર શક કરતો હતો. નેહાને હિમાંશની આ વાત પસંદ ન આવી. ત્યાં જ નેહા ઉદાસ અને ચિંતિત રહેતી હતી.બોલિવૂડ એક્ટર હિમાંશ કોહલી આજે પોતાનો ૩૨મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. અભિનેતાનો જન્મ ૩ નવેમ્બર ૧૯૮૯ના રોજ દિલ્હીમાં થયો હતો. હિમાંશે ફિલ્મ ‘યારિયાં’થી અભિનયની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તે અભિનેત્રી રકુલ પ્રીત સિંહ સાથે રોમાન્સ કરતો જાેવા મળ્યો હતો. તે એક સફળ ફિલ્મ હતી. અભિનેતાના અભિનયને દર્શકોએ સારો પ્રતિસાદ આપ્યો હતો. પહેલી ફિલ્મ ભલે હિટ રહી હોય પરંતુ તે બોલિવૂડમાં કંઈ ખાસ જગ્યા બનાવી શક્યો નહીં. હિમાંશ કોહલી જ્યારે સિંગર નેહા કક્કર સાથે બ્રેકઅપ થયું ત્યારે તે ચર્ચાનો વિષય બન્યો હતો. નેહાએ નેશનલ ટેલિવિઝન ચેનલ પર બોયફ્રેન્ડ હિમાંશ સાથેના બ્રેકઅપની જાહેરાત કરી હતી. આ પછી ચેનલ પર ઘણો ડ્રામા થયો. તે દરમિયાન નેહા એક રિયાલિટી શો જજ કરતી હતી. ઘણી વખત તે પોતાના પ્રેમને યાદ કરીને રડતી જાેવા મળી હતી. આ ઉપરાંત નેહાએ હિમાંશ અને તેની તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી ડિલીટ કરી દીધી હતી. હિમાંશે નેહાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ અનફોલો કરી દીધી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/