fbpx
બોલિવૂડ

અક્ષય કુમારની પૃથ્વીરાજ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું

“તે આપણા દેશે જાેયેલા સૌથી બહાદુર યોદ્ધાઓ અને સૌથી પ્રામાણિક રાજાઓ એક છે. અમે આશા રાખીએ છીએ કે વિશ્વભરના ભારતીયોને આ શક્તિશાળી સમ્રાટને અમારી સલામ ગમશે. અમે તેમના જીવનની વાર્તાને શક્ય તેટલી અધિકૃત રીતે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે અને આ ફિલ્મ તેમની અજાેડ બહાદુરી અને હિંમતને અમારી શ્રદ્ધાંજલિ છે.” સુંદર માનુષીએ પૃથ્વીરાજ ચૌહાણની ગર્લફ્રેન્ડ સંયોગિતાની ભૂમિકા ભજવી હતી. આ માનુષીની પહેલી ફિલ્મ છે અને ૨૦૨૨ની સૌથી વધુ રાહ જાેવાતી ડેબ્યૂ ફિલ્મ પૈકી એક છે. યશ રાજ ફિલ્મ્સ દ્વારા નિર્મિત, પૃથ્વીરાજનું દિગ્દર્શન ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદી દ્વારા કરવામાં આવ્યું છે. જેમણે ટેલિવિઝનના સૌથી મોટા મહાકાવ્ય નાટક “ચાણક્ય”નું દિગ્દર્શન કર્યું હતું. આ મહાકાવ્ય નાટક ભારતના સૌથી પ્રભાવશાળી રાજકીય વ્યૂહરચનાકાર ચાણક્યના જીવન પર આધારિત હતું. આ ઉપરાંત, દ્વિવેદીએ ઘણી એવોર્ડ વિજેતા ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. પિંજર તેમની આવી જ એક ખૂબ જ વખણાયેલી ફિલ્મ છે.

પૃથ્વીરાજ ૨૧ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ વિશ્વભરમાં રિલીઝ થશે.અક્ષય કુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મ પૃથ્વીરાજનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી. અક્ષય કુમારની આ ફિલ્મની પહેલી ઝલક માટે દર્શકો ખૂબ જ ઉત્સુક હતા. હવે તેનું ૧ મિનિટ ૨૨ સેકન્ડનું ટીઝર દર્શકોની વચ્ચે આવી ગયું છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર મહાન સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણના રોલમાં છે. ટીઝરમાં દેખાડવામાં આવેલ તેનો લુક બધાને ચોંકાવી દેશે. આ ટીઝર યશરાજ ફિલ્મ્સની યુટ્યુબ ચેનલ પર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટીઝરની શરૂઆત પૃથ્વીરાજના પાત્ર અને તેની મહાનતાને દર્શાવતા અવાજથી થાય છે. દરમિયાન, યુદ્ધના શ્રેષ્ઠ દ્રશ્યો જાેવા મળે છે.

આમાં સંજય દત્ત પણ અક્ષય કુમારની જેમ એક્શન કરતો જાેવા મળી રહ્યો છે. તેનો લુક દર્શકોની ઉત્સુકતા વધારી શકે છે. આ ફિલ્મમાં સોનુ સૂદ સાવ અલગ અંદાજમાં છે. તેમને જાેઈને દરેકને આશ્ચર્ય થશે. આ પહેલા સોનુ સૂદ ક્યારેય આવા લુકમાં જાેવા મળ્યો નથી. અક્ષય કહે છે, “પૃથ્વીરાજનું ટીઝર ફિલ્મનો આત્મા છે. મહાન યોદ્ધા સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણના જીવનનો સાર એ છે કે તેમના જીવનમાં ભયનો કોઈ શબ્દ નહોતો. આ ફિલ્મ તેમની બહાદુરી અને જીવનને અમારી શ્રદ્ધાંજલિ છે. હું તેમના વિશે જેટલું વધુ વાંચું છું, તેટલું જ મને આશ્ચર્ય થયું છે કે તેઓ કેવી રીતે જીવ્યા અને તેમના ગૌરવપૂર્ણ જીવનની દરેક ક્ષણ તેમના દેશ અને મૂલ્યો માટે કેવી રીતે જીવ્યા અને શ્વાસ લીધા.”

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/