fbpx
બોલિવૂડ

હરનાઝ મિસ યુનિવર્સ બની હવે જાણો તેને શુ મળશે સુવિધાઓ

મિસ યુનિવર્સ ઓર્ગેનાઈઝેશન ક્યારેય મિસ યુનિવર્સની ઈનામની રકમ જાહેર કરતું નથી, પરંતુ એવું કહેવાય છે કે તે લાખો રૂપિયાનું ઈનામ છે. મિસ યુનિવર્સનર ન્યૂયોર્કમાં મિસ યુનિવર્સ એપાર્ટમેન્ટ્‌સમાં એક વર્ષ રહેવાની ખુલ્લી છૂટ છે. તેણે મિસ યુએસએ સાથે આ એપાર્ટમેન્ટ શેર કરવાનો છે. આ એક વર્ષના ગાળામાં મિસ યુનિવર્સ માટે અહીં તમામ બાબતોની સુવિધા કરવામાં આવી છે. મિસ યુનિવર્સને આસિસ્ટન્ટ અને મેક-અપ આર્ટિસ્ટની ટીમ આપવામાં આવે છે. મેકઅપ, હેર પ્રોડક્ટ્‌સ, શૂઝ, કપડાં, જ્વેલરી, સ્કિનકેર વગેરે એક વર્ષ માટે આપવામાં આવે છે. શ્રેષ્ઠ ફોટોગ્રાફરોને મોડેલિંગમાં તક આપવાના હેતુથી પોર્ટફોલિયો બનાવવા માટે આપવામાં આવે છે. તેમને પ્રોફેશનલ સ્ટાઈલિશ, ન્યુટ્રિશન, ડર્મેટોલોજી અને ડેન્ટલ સર્વિસ આપવામાં આવે છે. વિશિષ્ટ ઇવેન્ટ્‌સ, પાર્ટીઓ, પ્રીમિયર્સ, સ્ક્રિનિંગ્સ, કાસ્ટિંગમાં પ્રવેશ મુસાફરી વિશેષાધિકાર, હોટેલમાં આવાસ અને રહેવાની સંપૂર્ણ ખર્ચ પણ આપવામાં આવે છે. આખી દુનિયા ફરવાનો મોકો મળે છે. મિસ યુનિવર્સ આ લક્ઝરી મેળવે છે પરંતુ તે જ સમયે ઘણી જવાબદારી પણ આવે છે. તેણીએ મિસ યુનિવર્સ ઓર્ગેનાઈઝેશનની ચીફ એમ્બેસેડર તરીકે ઈવેન્ટ્‌સ, પાર્ટીઓ, ચેરિટી, પ્રેસ કોન્ફરન્સમાં જવું પડે છે.આ તાજ પ્રકૃતિ, શક્તિ, સુંદરતા, સ્ત્રીત્વ અને એકતાથી પ્રેરિત છે. આ તાજ ૧૮ કેરેટ સોના, ૧૭૭૦ હીરામાંથી તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં મધ્યભાગમાં ૬૨.૮૩ કેરેટ વજનનો શિલ્ડ-કટ ગોલ્ડન કેનરી ડાયમંડ છે. તાજમાં પાંદડા, પાંખડીઓ અને વેલાની રચના સાત ખંડોના સમુદાયોનું પ્રતિનિધિત્વ કરે છે.વિશ્વને તેની મિસ યુનિવર્સ ૨૦૨૧ મળી છે. આ વર્ષે ભારતની ૨૧ વર્ષની હરનાઝ કૌર સંધુએ સૌંદર્ય સ્પર્ધાનું આ પ્રખ્યાત ખિતાબ પોતાના નામ પર કરી લીધો છે. ઈઝરાયેલમાં આયોજિત આ સમારોહમાં મિસ યુનિવર્સ ૨૦૨૧ની જાહેરાત બાદ મિસ યુનિવર્સ ૨૦૨૦ એન્ડ્રીયા મેઝાએ હરનાઝના માથા પર હીરાનો સુંદર તાજ પહેર્યો હતો. મિસ યુનિવર્સનો ખિતાબ કોણ જીતશે તે અંગે લોકોમાં ઘણી વાર ઉત્સુકતા હોય છે. પરંતુ આ સાથે લોકોના મનમાં કેટલાક અન્ય પ્રશ્નો ચોક્કસથી ઉદભવે છે. તાજની કિંમત, તેમાં જડેલા હીરા અને મિસ યુનિવર્સનો તાજ પહેરનાર વિશ્વસુંદરીને મળેલી ઈનામની રકમ. તો ચાલો જાણીએ આ સવાલોના જવાબ. મિસ યુનિવર્સનો તાજ સમયાંતરે બદલાયો છે. વર્ષ ૨૦૧૯માં મિસ યુનિવર્સ ઓર્ગેનાઈઝેશનના નવા જ્વેલરી સ્ર્ેટ્ઠુટ્ઠઙ્ઘ ત્નીુીઙ્મિઅએ સ્ર્ેટ્ઠુટ્ઠઙ્ઘ રુીિ ર્ક ેંહૈંઅ ઝ્રિર્ુહ બનાવ્યો છે. ૨૦૧૯માં દક્ષિણ આફ્રિકાની ઝોઝિબિની તુન્ઝી, ૨૦૨૦માં મેક્સિકોની એન્ડ્રીયા મેઝા અને હવે મિસ યુનિવર્સ ૨૦૨૧ હરનાઝ સંધુએ અત્યાર સુધીનો સૌથી મોંઘો તાજ પહેર્યો છે. આ તાજની કિંમત ૫ મિલિયન યુએસ ડોલર છે, જે ભારતીય ચલણ અનુસાર ૩૭,૮૭૯૦,૦૦૦ રૂપિયા એટલે કે ૩૭ કરોડ રૂપિયાથી વધુ હશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/