fbpx
બોલિવૂડ

શાહિદ કપૂરની ફિલ્મ જર્સી ઓમિક્રોનના ભય વચ્ચે રિલીઝ નહીં થાય

ફિલ્મના નિર્માતાઓએ ફિલ્મ ‘જર્સી’ની રિલીઝ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી છે. તેની નવી રિલીઝ ડેટ પછીથી જાહેર કરવામાં આવશે. તેના સ્ટાર્સ શાહિદ કપૂર અને મૃણાલ ઠાકુર છેલ્લા કેટલાક અઠવાડિયાથી સતત આ ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે. યશરાજ ફિલ્મ્સના આ ર્નિણય બાદ સવારથી જ ફિલ્મ સિટીમાં ભારે હલચલ મચી ગઈ હતી. ફિલ્મ ‘જર્સી’ના નિર્માતાઓને લાગ્યું કે આ ફિલ્મને કોરોનાના ત્રીજી લહેરમાં વધુ નુકસાન થઈ શકે છે. આથી આ ફિલ્મની રિલીઝ આગામી તારીખ સુધી મોકૂફ રાખવામાં આવી છે. આ ફિલ્મને લઈને વાત પણ ઉઠી હતી કે આ ફિલ્મ હવે સીધી ર્ં્‌્‌ પર રિલીઝ થઈ શકે છે.

પરંતુ, ફિલ્મના નિર્માતાઓએ આ અંગે કહ્યું છે કે ફિલ્મની નવી રિલીઝ ડેટ ટૂંક સમયમાં જ સિનેમાઘરો માટે જાહેર કરવામાં આવશે. ફિલ્મ ‘જર્સી’ સીધી ર્ં્‌્‌ પર જવાથી શાહિદ કપૂરની બ્રાન્ડ વેલ્યુ પર સૌથી વધુ અસર થવાની ધારણા છે. તે જ સમયે જર્સી મૂવીની ટીમ તરફથી પ્રતિક્રિયા આવી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે – વર્તમાન પરિસ્થિતિ અને કોરોનાને લઈને જાહેર કરવામાં આવેલી નવી માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને અમે જર્સીની થિયેટર રિલીઝ મોકૂફ રાખી છે. અમને અત્યાર સુધી તમારા લોકો તરફથી ઘણો પ્રેમ મળ્યો છે અને દરેક સપોર્ટ માટે તમારો આભાર. ત્યાં સુધી તમે બધા લોકો સુરક્ષિત અને સ્વસ્થ રહો. ટીમ જર્સી તરફથી દરેકને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ફિલ્મ ‘જર્સી’ એક એવા ક્રિકેટરની કાલ્પનિક વાર્તા છે જે તેની કરિયરના ટોચના દિવસોમાં પોતાના ગુસ્સાને કારણે તેની કારકિર્દીને બરબાદ કરી નાખે છે. બાદમાં, તેના બાળકની ક્રિકેટમાં પણ રુચિ જાેઈને તે મેદાન પર પાછા ફરવાનું નક્કી કરે છે. ફિલ્મ દુઃખદ છે અને ફિલ્મની આખી વાર્તા આ બાળકના પરિપ્રેક્ષ્યમાં કહેવામાં આવી છે. તે આ જ નામની દક્ષિણ ભારતીય ફિલ્મની રિમેક છે અને ત્યાં તેની સ્ટાર નાનીને કારણે આ ફિલ્મ ઘણી હિટ રહી હતી. ફિલ્મ જર્સીની વાત કરવામાં આવે તો તેનું નિર્દેશન ગૌતમ તિન્નૌરીએ કર્યું છે.
આમાં શાહિદ કપૂર અભિનેત્રી મૃણાલ ઠાકુર સાથે જાેવા મળશે. ફિલ્મમાં પંકજ કપૂર પણ મહત્વના રોલમાં હશે. શાહિદ કપૂર પણ છેલ્લા કેટલાક સમયથી ફિલ્મના પ્રમોશનમાં ખૂબ જ વ્યસ્ત હતો અને ફિલ્મની રિલીઝની તૈયારી કરી રહ્યો હતો. પરંતુ હવે અભિનેતાના ચાહકોએ ફરી એકવાર થોડી રાહ જાેવી પડશે.ઓમિક્રોન ભારતમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. સરકાર અને વહીવટીતંત્ર હવે આ મામલે કડક પગલાં ભરી રહ્યા છે. બજારોમાં ભીડને જાેતા ઘણી જગ્યાએ નાઇટ કર્ફ્‌યુ લાદવામાં આવ્યો છે. વચ્ચે જ્યારે કોરોનાના કેસ ઓછા હતા ત્યારે થિયેટર ખોલવામાં આવ્યા હતા. ઘણી જગ્યાએ ૧૦૦ ટકા પ્રેક્ષકોની ક્ષમતા જાેવા મળી હતી. લાંબા સમયથી રિલીઝની રાહ જાેઈ રહેલી ફિલ્મો રિલીઝ થઈ હતી. તો આ વચ્ચે શાહિદ કપૂરની ફિલ્મને લઈને ખરાબ સમાચાર આવ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/