fbpx
બોલિવૂડ

કાદર ખાને વર્ષની અંતિમ તારીખે અંતિમ શ્વાસ લીધો હતો

કાદર ખાનનો જન્મ ૨૨ ઓક્ટોબરે અફઘાનિસ્તાનના કાબુલમાં થયો હતો. તેમનો પરિવાર અફઘાનિસ્તાન છોડીને ભારતમાં મુંબઈમાં સ્થાયી થયો હતો. કહેવાય છે કે અફઘાનિસ્તાનથી ભારત આવ્યા બાદ તેનો પરિવાર મુંબઈના સૌથી ગંદા અને કુખ્યાત વિસ્તાર કમાટીપુરામાં રહેતો હતો. તે દિવસોમાં કાદર ખાનની આર્થિક સ્થિતિ સારી ન હતી. તેણે ધીમે-ધીમે ભણવાનું શરૂ કર્યું અને તેના પછી એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કર્યો અને પછી તેની કોલેજમાં નાટકના પાત્રો લખવાનું શરૂ કર્યું. થોડા સમય પછી, તેઓ એક કૉલેજમાં લેક્ચરર બન્યા હતા. પરંતુ તેમના લેખન પ્રત્યેના જુસ્સાએ તેમને દરેક પગલે કંઈક બીજું કરવાની પ્રેરણા આપી. જાે કે, આ પછી પણ તેણે નાટકો લખવાનું બંધ ન કર્યું અને પછી જાેતા જ તેણે ફિલ્મોના સંવાદો પણ લખવાનું શરૂ કર્યું. થોડા સમય પછી તેણે ફિલ્મોમાં પણ કામ કરવાનું શરૂ કર્યું. તેમની કારકિર્દીના પ્રારંભિક તબક્કામાં તેમને સૌથી વધુ વિલનની ભૂમિકાઓ ઓફર કરવામાં આવી હતી. પણ તેને જે પણ મળતું તે ખૂબ જ સરળતાથી કરી લેતા હતા. જેના કારણે તેને દર્શકોનો ઘણો પ્રેમ પણ મળ્યો. એક સમય એવો આવ્યો જ્યારે તેણે વિલનનું પાત્ર ભજવવાનું બંધ કરી દીધું અને ત્યાર બાદ તેણે કોમેડી કરવાનું શરૂ કર્યું. કાદર ખાને ગોવિંદા સાથે ઘણી કોમેડી ફિલ્મો કરી, જેને દર્શકોએ ખૂબ પસંદ કરી. તેમની ફિલ્મી કારકિર્દીમાં, તેમણે દાગ, પરવરિશ, સુહાગ, કુરબાની, નસીબ, યારાના, કુલી, આંટી નંબર ૧, દુલ્હે રાજા, આંખીઓ સે ગોલી મારે અને દીવાના મેં દિવાના સહિત લગભગ ૩૦૦ ફિલ્મોમાં અભિનય કર્યો અને લગભગ ૨૫૦ ફિલ્મોમાં ડાયલોગ્સ લખ્યા હતા.કાદર ખાન હવે આ દુનિયામાં નથી પરંતુ તે જ્યાં પણ છે ત્યાં ખુશ હશે .

આજે પણ આપણે કાદર ખાનને યાદ કરી રહ્યા છીએ અને તેમને યાદ કરવાનું મોટું કારણ તેમની ફિલ્મો છે પરંતુ આજે ૩૧મી ડિસેમ્બર એટલે કે આજે તેમની પુણ્યતિથિ છે. ૩૧ ડિસેમ્બર ૨૦૧૮ ના રોજ કેનેડાના ટોરેન્ટોમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. કાદર ખાન એક એવું નામ જે ભૂલી ન શકાય. અભિનયની સંસ્થા હતા કાદર ખાન. તેઓ દરેક દિલના અઝીઝ કલાકારો પૈકી એક હતા. કાદર ખાને જે પણ રોલ નિભાવ્યો હતો તેમાં તે પોતાનો જીવ લગાડી દેતા હતા. તેને સ્ક્રીન પર જાેઈને એવું લાગતું હતું કે આ સીન તેના માટે જ લખવામાં આવ્યો છે કારણ કે તે આ સીનમાં એટલી હદે ઉતરી જતો હતા કે એવું લાગતું હતું કે આ તેની અગ્નિપરીક્ષા છે. તેણે ફિલ્મોમાં વિલનથી લઈને કોમેડિયનના રોલ ભજવ્યા હતા અને તે દરેક રોલમાં ફિટ દેખાતા હતા. તેણે દરેક કિરદારથી લોકોના દિલ જીતી લીધા. કાદર ખાન એક સારા કલાકાર હોવા ઉપરાંત એક સારા માણસ અને મહાન લેખક પણ હતા. તેણે બોલિવૂડની ઘણી ફિલ્મોનાબેસ્ટ ડાયલોગ્સ લખ્યા, જેને લોકો આજે પણ રિપીટ કરે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/