fbpx
બોલિવૂડ

અભિનેત્રી સુપ્રિયા પાઠકના જન્મદિવસે ચાહકોએ યાદ કર્યા

એક સમય એવો હતો જ્યારે સુપ્રિયા પાઠકને લાગ્યું કે તેની ફિલ્મી કરિયર પૂરી રીતે ખતમ થઈ જશે. ત્યારે જ તેણે નક્કી કર્યું કે તે નાના પડદા તરફ વળશે. તેણે તેની વિચારસરણી મુજબ જ કર્યું અને તે પછી તેણે ઘણા ટેલિવિઝન શો કર્યા. સીરિયલ ‘ખિચડી’માં ભજવેલી ‘હંસા’ના રોલથી તેને પ્રસિદ્ધિ મળી, ત્યારબાદ લોકો તેને ‘હંસા’ના નામથી પણ બોલાવવા લાગ્યા અને આજે પણ લોકો તેને આ નામથી જ બોલાવે છે.ટીવી કલાકારો ઘણીવાર ફિલ્મો તરફ ઝુકાવતા હોય છે. તેમના જીવનનો હેતુ ફિલ્મોમાં કામ કરવાનો છે.

ભારતીય એક્ટ્રેસ અને ટીવી કલાકાર સુપ્રિયા પાઠકની પણ આવી જ ઈચ્છા હતી. તે નાના પડદાના લોકપ્રિય શો ‘ખિચડી’માં ‘હંસા’ના રોલથી પ્રખ્યાત થઈ હતી. આ પાત્રને કારણે તેને ઘર-ઘરમાં ઓળખ મળી. સુપ્રિયા પાઠકનો જન્મ ૭ જાન્યુઆરી ૧૯૬૧ના રોજ મુંબઈમાં થયો હતો. તેમના પિતાનું નામ બલદેવ પાઠક અને માતાનું નામ દીના પાઠક છે. તેમની માતા દીના પાઠક પણ વ્યવસાયે અભિનેત્રી અને ગુજરાતી થિયેટર આર્ટિસ્ટ રહી છે. સુપ્રિયા પાઠકની એક જ બહેન છે – રત્ના પાઠક, જે બોલિવૂડ ફિલ્મોની સફળ અને શ્રેષ્ઠ અભિનેત્રી છે. સુપ્રિયા પાઠકે વર્ષ ૧૯૮૮માં ફિલ્મ નિર્દેશક પંકજ કપૂર સાથે લગ્ન કર્યા હતા અને સુપ્રિયા તેમની બીજી પત્ની છે. બંનેને સના કપૂર અને રૂહાન કપૂર નામનો એક પુત્ર અને પુત્રી છે. અભિનેતા શાહિદ કપૂર તેનો સાવકો પુત્ર છે. સુપ્રિયા પાઠકે તેની ફિલ્મી કરિયરની શરૂઆત વર્ષ ૧૯૮૧માં ફિલ્મ ‘કલયુગ’થી કરી હતી. આ ફિલ્મમાં તે સહાયક અભિનેત્રી તરીકે જાેવા મળી હતી. આ પછી તેણે વિજેતા, માસૂમ, ર્મિચ-મસાલા અને રાખ જેવી ઘણી ફિલ્મો કરી હતી.

વાસ્તવમાં, સુપ્રિયા પાઠક ફિલ્મોમાં અભિનેત્રી તરીકે કોઈ ખાસ ઓળખ મેળવી શકી ન હતી. તે માત્ર સહાયક અભિનેત્રી તરીકે જ રહી. આ જાણીને તેણે ફિલ્મોમાંથી લાંબો બ્રેક લીધો અને લગભગ ૧૧ વર્ષ બાદ ફરીથી ફિલ્મોમાં કમબેક કર્યું. સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગોલિયોં કી રાસલીલા- રામ લીલા’માં તેમના અભિનયથી તેમણે બધાને સાબિત કરી દીધું કે તેમણે ૧૧ વર્ષનો લાંબો બ્રેક લીધો હોવા છતાં તેમની અંદરનો કલાકાર હજી પણ જીવંત છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ મુખ્ય ભૂમિકામાં જાેવા મળ્યા હતા. આ ફિલ્મમાં તેના રોલ માટે તેને ઘણી પ્રશંસા મળી હતી. આ સાથે, તેણીને આ જ ફિલ્મ માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/