fbpx
બોલિવૂડ

સાઉથ સુપરસ્ટાર ધનુષ તેની પત્નીથી અલગ થશે

ધનુષ માત્ર સાઉથ સિનેમામાં જ નહીં પરંતુ હિન્દી સિનેમામાં પણ તેના કામને કારણે ખૂબ જ લોકપ્રિય છે. ધનુષે તાજેતરમાં સારા અલી ખાન અને અક્ષય કુમાર સાથે ફિલ્મ અતરંગી રેમાં કામ કર્યું હતું. આ ફિલ્મમાં પણ ચાહકોએ ધનુષને ખૂબ પસંદ કર્યો હતો. દર્શકોએ ફિલ્મમાં તેના અભિનય અને સાદગીની પ્રશંસા કરી હતી. હવે ટૂંક સમયમાં જ અભિનેતા તેલુગુ ફિલ્મોમાં પણ ડેબ્યુ કરશે. જ્યારે ઐશ્વર્યા વ્યવસાયે એક ગાયિકા પણ છે, ત્યારે તેણે ફિલ્મ ૩ થી દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી હતી, જેમાં ધનુષ અને શ્રુતિ હાસન મુખ્ય ભૂમિકામાં હતા.૧૮ નવેમ્બર ૨૦૦૪ના રોજ ઐશ્વર્યા અને ધનુષ લગ્નના બંધનમાં બંધાયા હતા.

બંનેએ દક્ષિણ ભારતીય રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. ઐશ્વર્યા અને ધનુષને બે બાળકો છે – યાત્રા અને લિંગા. યાત્રાનો જન્મ વર્ષ ૨૦૦૭ અને લિંગાનો વર્ષ ૨૦૧૦માં થયો હતો.સાઉથ સુપરસ્ટાર રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા અને જમાઈ ધનુષ તેમના ૧૮ વર્ષ જૂના સંબંધોનો અંત લાવી રહ્યા છે. ધનુષ અને ઐશ્વર્યા જીવનમાંથી અલગ થયા ત્યારથી દરેક વ્યક્તિ ચૂપ છે. આ સમાચાર સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યા છે. તે જ સમયે, ચાહકો આઘાતમાં છે અને પૂછી રહ્યા છે કે ધનુષ અને ઐશ્વર્યાના અચાનક અલગ થવાનું કારણ શું છે? સોમવારે ધનુષ અને ઐશ્વર્યાએ તેમના જીવન સાથે સંબંધિત આ મહત્વપૂર્ણ પગલું ભર્યું અને જાહેરાત કરી. આવી સ્થિતિમાં હવે સોશિયલ મીડિયા પર લોકોને સાઉથના સુપરસ્ટાર રજનીકાંત માટે ખૂબ જ ખરાબ લાગી રહ્યું છે.

સોશિયલ મીડિયા પર ધનુષ અને ઐશ્વર્યાની એક પોસ્ટ આવી ત્યારે ચાહકોને ખૂબ જ આશ્ચર્ય થયું. પોસ્ટમાં બંનેના અલગ થવાની વાત લખવામાં આવી હતી. પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું- ’૧૮ વર્ષ પછી મિત્રો તરીકે, ક્યારેક કપલ તરીકે અને પછી માતા-પિતા તરીકે, હવે અમે ઘણા મોટા થઈ ગયા છીએ. આપણી વિચારસરણી,અને સ્વીકારવાની શક્તિ વધી. આજે આપણે એવા તબક્કામાં છીએ જ્યાં આપણા રસ્તાઓ અલગ થઈ ગયા છે. ઐશ્વર્યા અને મેં, અમે બંનેએ અલગ થવાનો ર્નિણય લીધો છે. અમે વિચાર્યું છે કે અમે બંને પોતાની જાતને સમય આપીશું અને પોતાની જાતને વ્યક્તિગત રીતે સમજવાની કોશિશ કરીશું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/