fbpx
બોલિવૂડ

ઇબ્રાહિમ અલી ખાન કરણ જાેહરની ફિલ્મમાં આવી શકે છે

બોલિવૂડમાં હંમેશા સ્ટાર કિડનો દબદબો રહ્યો છે. બોલિવૂડમાં અવારનવાર કોઈને કોઈ સ્ટાર કિડ ડેબ્યૂ કરતા જાેવા મળી રહ્યા છે. વરુણ ધવન, અનન્યા પાંડે, શનાયા કપૂર અને હવે સૈફ અલી ખાનનો પુત્ર ઈબ્રાહિમ અલી ખાન પણ આ યાદીમાં સામેલ થવા જઈ રહ્યો છે. વરુણ ધવન, અનન્યા પાંડે અને ઇબ્રાહિમ અલી ખાન કરણ જાેહરની એક ફિલ્મ માટે સાથે આવી શકે છે. ઈબ્રાહિમ અલી ખાન ઘણા સમયથી પોતાના બોલિવૂડ ડેબ્યુની રાહ જાેઈ રહ્યા હતા. અને હવે તેનું સપનું ટૂંક સમયમાં સાકાર થવા જઈ રહ્યુ છે. મ્-ટાઉનમાં ફિલ્મ નિર્માતાઓ તેમના દર્શકોને ઓન-સ્ક્રીન જાેડી સાથે ફિલ્મો આપે છે, ત્યારે નિર્માતાઓ પણ નવી જાેડીને મોટી સ્ક્રીન પર લાવવા રાહ જાેઈ રહ્યા છે.

આવા જ એક ફિલ્મ નિર્માતા કે જેઓ આ જ પ્રયોગ કરવાનું પસંદ કરે છે તે છે કરણ જાેહર. જી હા..કરણ જાેહર તેની આગામી ફિલ્મની જાહેરાત માટે ખુબ આતુર છે. અનન્યા પાંડે, વરુણ ધવન અને ઈબ્રાહિમ અલી ખાન હાલમાં જ શહેરમાં તેમની ઓફિસની બહાર જાેવા મળ્યા હતા. જાે કે, હજુ સુધી કંઈપણ જાહેર કરવામાં આવ્યું નથી, જાે કે ટૂંક સમયમાં આ નવા પ્રોજેક્ટ અંગે જાહેરાત કરવામાં આવ શકે છે. તેણે વરુણ ધવનને ૨૦૧૨ની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’ અને અનન્યા પાંડેને ૨૦૧૮ની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર ૨’થી લૉન્ચ કર્યા હતા.

જ્યારે ઇબ્રાહિમ અલી ખાન તેને તેની દિગ્દર્શિત ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં મદદ કરી રહ્યો છે. ઈબ્રાહિમ અલી ખાન ઘણીવાર ઘણી જગ્યાએ સ્પોટ થયા છે. સ્ટાર કિડ હોવાના કારણે એ વાત ચોક્કસ હતી કે આજે નહીં તો કાલે પણ સ્ટાર્સના બાળકો ફિલ્મોમાં ચોક્કસ એન્ટ્રી કરશે. અને લગભગ કરણ જાેહર તેને પણ બોલિવૂડમાં ડેબ્યૂ કરાવવા જાેઈ રહ્યો છે.જાે આમ થશે તો આ લિસ્ટમાં અન્ય સ્ટાર કિડનું નામ સામેલ થશે. શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન અને પુત્ર આર્યન ખાન પણ આગામી દિવસોમાં બોલિવૂડમાં એન્ટ્રી કરી શકે છે. સુહાના પણ આ માટે ઘણી તૈયારીઓ કરી રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/