fbpx
બોલિવૂડ

વિજય દેવરાકોંડા આગામી ફિલ્મ જન ગણ મનમાં જાેવા મળશે

વિજય દેવેરાકોંડાએ એક નવા પ્રોજેક્ટની જાહેરાત કરી, જે નિર્દેશક પુરી જગન્નાથ સાથે તેમનો સતત બીજાે પ્રોજેક્ટ હશે. ફિલ્મનું નામ જે જન ગણ મન છે. જેના ટૂંકમાં જેજીએમ પણ કહે છે. યુદ્ધ ફિલ્મની ઘોષણાના ભાગરૂપે ફિલ્મ નિર્માતાઓએ ભારે પ્રદર્શન કર્યું. સેનાના વેશમાં વિજય હેલિકોપ્ટરમાં સૈનિકોના ડ્રેસમાં રહેલા લોકોથી ભરેલા હેલિપેડ પર પહોંચ્યો હતો. લેખન અને દિગ્દર્શન ઉપરાંત, પુરી ચાર્મી કૌર અને દિગ્દર્શક વામશી પૈદિપલ્લી સાથે ફિલ્મનું સહ-નિર્માણ પણ કરી રહ્યા છે. વિજયે મૂવીનું ટાઈટલ પોસ્ટર પણ જાહેર કર્યું જેમાં પેરાટ્રુપર્સની એક ટીમ ભારતમાં ઉતરી રહી છે, જે યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગઈ છે.

પુરી એ જણાવ્યુ કે, “અમારા આગામી પ્રોજેક્ટ ‘ત્નય્સ્’ ની જાહેરાત કરતાં હું અત્યંત ખુશ છું. વિજય સાથે ફરીથી કામ કરવાનું ખૂબ જ સારું લાગી રહ્યું છે અને ત્નય્સ્ એક મજબૂત કથા છે તેમજ એક એક્શન એન્ટરટેઈનમેન્ટ ફીલ્મ પણ છે.” વિજયને એવો પણ પૂરો વિશ્વાસ છે કે આ ફિલ્મ દેશભરમાં દરેક લોકો સાથે જાેડાઈ શક્શે. વધુમાં તેમણે કહ્યું કે, હું ત્નય્સ્ વિશે ખૂબ જ ઉત્સાહિત છું, તે સૌથી આકર્ષક અને પડકારજનક સ્ક્રિપ્ટ્‌સમાંની એક છે. વાર્તા ખાસ છે અને તે દરેક ભારતીયને સ્પર્શી જશે. પુરીના ડ્રીમ પ્રોજેક્ટનો ભાગ બનવું એ મારા માટે સન્માનની વાત છે. ચાર્મે અને તેની ટીમ સાથે કામ કરવા માટે આતુર છું. ત્નય્સ્ માં મારું પાત્ર તાજગીભર્યું છે જે મેં અગાઉ કર્યું નથી અને મને ખાતરી છે કે તે પ્રેક્ષકો પર ઉંડી છાપ છોડશે. ફિલ્મ નિર્માતાઓએ હજુ સુધી ફિલ્મની કાસ્ટ અને ક્રૂની વિગતો હજુ સુધી જાહેર કરી નથી.

જાે કે, તેઓએ જાહેરાત કરી છે કે આ ફિલ્મ આવતા વર્ષે ૩ ઓગસ્ટે સિનેમાઘરોમાં રીલીઝ થશે.ટોલીવુડના ક્રેઝી હીરો વિજય દેવરાકોંડાએ ક્રેઝ વિશે ચોક્કસ કહેવાની જરૂર નથી. યુવાનોમાં સારો ક્રેઝ હોવાની સાથે વિજય એટીટ્યુડનું પણ જબરદસ્ત ફોલોઈંગ છે. અર્જુન રેડ્ડી સાથે રાતોરાત આ ફિલ્મમાં સ્ટાર હીરો બની ગયેલો એક રાઉડી છોકરો છે. ગીતા ગોવિંદમ ટોલીવુડની બીજી બ્લોક બસ્ટર હિટ આપીને સુપર સ્ટાર બની ગયો હતો. આ ફિલ્મ પછી ડિયર કોમરેડ, ટેક્સીવાલા અને વર્લ્‌ડ ફેમસ લવર્સ દર્શકો વચ્ચે આવી. હવે, આ રાઉડી હીરો ડિરેક્ટર પુરી જગન્નાથના નિર્દેશનમાં એક લાઈગર ફિલ્મ પણ કરી રહ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/