fbpx
બોલિવૂડ

નીતુ કપૂરને રણબીર અને આલિયાના લગ્ન વિશે પ્રશ્ન પૂછતા….

તાજેતરમાં બોલિવૂડના દિગ્ગજ સ્વર્ગસ્થ અભિનેતા ઋષિ કપૂરની પત્ની નીતુ કપૂર ડાન્સ રિયાલિટી શો ‘ડાન્સ દીવાને જુનિયર્સ’ના સેટની બહાર જાેવા મળી હતી. નીતુ કપૂર આ રિયાલિટી શો દ્વારા જજ તરીકે ટેલિવિઝન પર ડેબ્યૂ કરવા જઈ રહી છે. જ્યારે નીતુ કપૂર શૂટિંગ માટે સ્ટુડિયોમાં જઈ રહી હતી ત્યારે પાપારાઝીએ તેને તેના પુત્ર રણબીર કપૂર અને ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટના લગ્નને લઈને કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા. આ સવાલ પૂછતાં જ નીતુ કપૂર હસવા લાગી હતી. નીતુ કપૂરે હસતાં હસતાં પાપારાઝીને ખૂબ જ રસપ્રદ જવાબ આપ્યો હતો.

આ વાયરલ વીડિયોમાં તમે જાેઈ શકો છો કે, સ્ટુડિયોની બહાર ઊભેલા ફોટોગ્રાફર્સ નીતુ કપૂરને પૂછી રહ્યા છે કે, ”પુત્રવધૂ ક્યારે આવી રહી છે?” જ્યારે નીતુ કપૂરે આ સવાલ સાંભળ્યો તો તેણે આકાશ તરફ ઈશારો કરીને કહ્યું કે ભગવાન જાણે છે આનો જવાબ પાપારાઝીએ એમ પણ કહ્યું કે રણબીર અને આલિયાની ‘જાેડી’ ખૂબ જ સારી લાગે છે. આ સાંભળીને નીતુ કપૂરે તમામ પાપારાઝીનો દિલથી આભાર માન્યો હતો. આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. નીતુ કપૂરે દિવંગત અભિનેતા અને તેના પતિ ઋષિ કપૂરની ફિલ્મ ‘શર્માજી નમકીન’ને પ્રમોટ કરવા બદલ ઈન્ડસ્ટ્રીમાં દરેકનો આભાર માન્યો હતો.

નીતુ કપૂર આગળ કંઈ બોલે તે પહેલા તેની ટીમ તેને શૂટ કરવા લઈ ગઈ. સેટ પર જતી વખતે તેમની ટીમમાંથી કોઈએ કહ્યું કે નીતુ કપૂર આવતીકાલે એ જ જગ્યાએ મળશે. અમે તમને જણાવી દઈએ કે, ‘નાગિન’ ફેમ એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશનો બોયફ્રેન્ડ કરણ કુન્દ્રા ડાન્સ દીવાને જુનિયર્સ શો ને હોસ્ટ કરવા જઈ રહ્યો છે. નીતુ કપૂરનો શો ‘ડાન્સ દીવાને જુનિયર’ મિથુન ચક્રવર્તીની ‘હુનરબાઝ’ને રિપ્લેસ કરવા જઈ રહ્યો છે. ‘હુનરબાઝ દેશ કી શાન’ હવે તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહયો છે. આ શો માં જજીઝ તરીકે મિથુન ચક્રવર્તીની સાથે બોલીવુડની જાણીતી અભિનેત્રી પરિણીતી ચોપરા અને જાણીતા ફિલ્મ નિર્દેશક કરણ જાેહર પણ જાેવા મળી રહયા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/