fbpx
બોલિવૂડ

એક ફોટોગ્રાફરનો પગ કાર નીચે આવી જતા કરીના કપૂરે ડ્રાયવરને કાર પાછી લેવા કહ્યું

રોરાનો રોડ એક્સિડન્ટ થયો હતો જેમાં તે ઘાયલ થઈ હતી. આવી સ્થિતિમાં મલાઈકાના નજીકના મિત્રો તેને મળવા તેના ઘરે પહોંચ્યા હતા. કરીના પણ મલાઈકાને મળવા અને તેની ખબર પૂછવા આવી હતી. શનિવારે મલાઈકાની કારનો અકસ્માત થયો હતો.

આ પછી મલાઈકાને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. મલાઈકા એક દિવસ હોસ્પિટલમાં રહી, જાેકે તેને બીજા દિવસે રજા આપવામાં આવી હતી. હવે મલાઈકા બેડ રેસ્ટ પર છે. તેની બહેન અમૃતા અરોરા અને અર્જુન કપૂર પણ મલાઈકાની હાલત પૂછવા પહોંચ્યા હતા.કરીના કપૂર ખાન તેની બેસ્ટ ફ્રેન્ડ મલાઈકા અરોરાના ઘરે તેની હાલત પૂછવા પહોંચી હતી. અકસ્માત બાદ કરીના પહેલીવાર મલાઈકાના ઘરે ગઈ હતી.

મલાઈકા અરોરાને મળીને કરીના જ્યારે તેના ઘરેથી પાછી જઈ રહી હતી ત્યારે જ ત્યાં અકસ્માત થયો હતો. વાસ્તવમાં, જ્યારે કરીના નીચે આવી ત્યારે ઘણા પાપારાઝી પણ ત્યાં હાજર હતા. ફોટો લેતી વખતે એક પાપારાઝીને કરીનાની કારથી ઈજા થઈ હતી. કરીના તે સમયે મલાઈકાનું ઘર છોડીને જઈ રહી હતી અને પાપારાઝી તેની સામે હતા. તો ત્યાં કરીનાની કાર પાપારાઝીની પાછળ હતી. કરીનાની ગાડી ધીમે ધીમે આગળ વધી રહી હતી. ત્યારે જ એક પાપારાઝીને કરીનાની કારથી તેના પગમાં ઈજા થવાની હતી કે, કરીનાએ તેના ડ્રાઈવર પર બૂમો પાડી. વીડિયોમાં કરીના કહેતી જાેવા મળી રહી છે- ‘પેછે જા યાર’. આ દરમિયાન કરીના ખૂબ જ કેરિંગ હાવભાવ સાથે જાેવા મળી હતી. કરીના વ્હાઇટ લૂઝ ટી-શર્ટ-બ્લેક ટ્રાઉઝર અને પિંક શૂઝ પહેરેલી જાેવા મળી હતી. આ લુકમાં કરીના ખૂબ જ શાનદાર લાગી રહી હતી. પરંતુ કરીના તેની ફ્રેન્ડ મલાઈકાને મળવા આવી હતી અને પછી કારની નજીક આ ઘટના થતાં જ કરીનાએ ઉશ્કેરાઈને ડ્રાઈવર પર બૂમો પાડી હતી. આ દરમિયાન કરીના પાપારાઝીને કહેતી પણ જાેવા મળી હતી- ‘આવી રીતે ન દોડો, તમે કેમ દોડી રહ્યા છો?’ આ વીડિયો વાઈરલ ભૈયાનીએ ઈન્સ્ટા પર શેયર કર્યો છે. આ વીડિયોના કેપ્શન પર લખવામાં આવ્યું છે કે- ‘આ પાપારાઝીની બીજી બાજુ જ્યાં સ્ટાર્સને કેપ્ચર કરતી વખતે રિસ્ક પણ લેવું પડે છે. કરીના જ્યારે મલાઈકાના ઘરેથી નીકળી રહી હતી ત્યારે અમારા એક સાથીનો પગ કરીનાની કાર નીચે આવી ગયો હતો.’

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/