fbpx
બોલિવૂડ

શું તમને KGF ની સાચી સ્ટોરી ખબર છે ! ફિલ્મ જોતાં પહેલા આ સોનાની ખાણના ઇતિહાસ વિશે જરૂર જાણી લેજો

શું તમને KGF ની સાચી સ્ટોરી ખબર છે ! ફિલ્મ જોતાં પહેલા તે સમયની સોનાની ખાણના ઇતિહાસ વિશે જરૂર જાણી લેજો

ટૂંક સમયમાં જ રોકિંગ સ્ટાર યશ અને સંજય દત્ત સ્ટારર ફિલ્મ ‘KGF ચેપ્ટર 2’ રીલિઝ થનાર છે. આ ફિલ્મમાં KGF અને રોકીભાઈ દ્વારા તેના પર રાજ કરવાની સ્ટોરી દર્શાવવામાં આવનાર છે. આ ફિલ્મમાં રોકીની ટક્કર અધીરા સાથે થનાર છે, જે પોતાના KGFને પાછું લેવા આવી રહ્યો છે. આ ફિલ્મનો પ્રથમ પાર્ટ 2018માં રીલિઝ કરવામાં આવ્યો હતો, જેણે પડદા પર ખૂબ જ ધૂમ મચાવી હતી અને ત્યારથી યશના ફેન્સ KGF ના સીક્વલની રાહ જોઈ રહ્યા હતા. તો ચાલો જાણીએ KGF ની સાચી સ્ટોરી. KGFનું પૂરું નામ કોલાર ગોલ્ડ ફીલ્ડ્સ છે. તે કર્ણાટકના દક્ષિણ પૂર્વ વિસ્તારમાં સ્થિત એક સ્થળ છે. બેંગ્લુરુના પૂર્વમાં આવેલા બેંગ્લુરુ-ચેન્નાઈ એક્સપ્રેસ વેથી અંદાજિત 100 કિમી દૂર KGF ટાઉનશિપ છે. આ સ્થળનો ઈતિહાસ ખૂબ જ જૂનો અને રસપ્રદ રહ્યો છે.

મળતી માહિતી અનુસાર, 1871માં બ્રિટિશ સૈનિક માઈકલ ફિટ્ઝગેરાલ્ડ લેવેલીએ 1804માં એશિયાટિક જર્નલમાં છપાયેલો એક ચાર પાનાનો આર્ટિકલ વાંચ્યો. તેમા કોલારમાં મળી આવતા સોના વિશે જાણકારી આપવામાં આવી હતી. આર્ટિકલને વાંચ્યા બાદ કોલારમાં લેવેલીનો રસ વધી ગયો હતો. લેવેલી જ્યારે આ આર્ટીકલ વાંચી રહ્યો હતો, તે દરમ્યાન તેના હાથે બ્રિટિશ સરકારના લેફ્ટનન્ટ જોન વોરેનનો એક આર્ટિકલ પણ લાગ્યો હતો.

લેવેલીને જે જાણકારી મળી હતી, તે અનુસાર 1799ની શ્રીરંગપટ્ટનમની લડાઈમાં અંગ્રેજો દ્વારા ટીપુ સુલતાનને માર્યા બાદ કોલાર અને તેની આસપાસના વિસ્તાર પર પોતાનો કબ્જો જમાવી લેવામાં આવ્યો હતો. અને થોડાં સમય બાદ અંગ્રેજો દ્વારા આ જમીન મૈસૂર રાજ્યને આપી દેવામાં આવી હતી. પરંતુ, આ જમીનને સર્વે માટે તેમણે પોતાની પાસે જ રાખી લીધી હતી.

વાત કરીએ ચોલા સામ્રાજ્યની, તો લોકો જમીનને પોતાના હાથથી ખોદીને જ સોનું કાઢતા હતા. વોરેન દ્વારા એવી જાહેરાત પણ કરવામાં આવી હતી કે જે કોઈ સોના વિશે તેમને જાણકારી આપશે, તેમને ઈનામ આપવામાં આવશે. આ જાહેરાતના થોડાં દિવસો બાદ એક બળદગાડામાં કેટલાક લોકો વોરેન પાસે આવ્યા હતા. લોકો તે બળદગાડામાં કોલાર વિસ્તારની માટી લાવ્યા હતા. ગ્રામજનો દ્વારા માટી ધોઈને હટાવી તો તેમાંથી થોડું જ સોનું મળી આવ્યું હતું. ગ્રામજનોનું કહેવું હતું કે હાથથી ખોદકામ કરવાને કારણે થોડું જ સોનું મળતું હતું આથી તેઓ દ્વારા ટેકનોલોજીના ઉપયોગની સલાહ આપવામાં આવી હતી.

1804થી 1860 ની વચ્ચે આ વિસ્તારમાં ઘણું રિસર્ચ અને સર્વે પણ કરવામાં આવ્યું હતું. પરંતુ, અંગ્રેજ સરકાર આ દરમ્યાન નિષ્ફળ રહી હતી. રિસર્ચ દરમ્યાન ઘણા લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા હતા. ત્યારબાદ ત્યાં ખોદકામ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. 1873માં લેવેલીએ મૈસૂરના મહારાજા પાસે તે જગ્યા પર ખોદકામ કરવા માટે પરવાનગી માગી અને 20 વર્ષ સુધી ત્યાં ખોદકામ કરવાનું લાયસન્સ લીધુ. ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યા બાદ કોલાર ગોલ્ડ ફીલ્ડ એટલે કે KGF માંથી સોનું કાઢવાનું કામ શરૂ થયુ. KGF ની ખાણોમાં પહેલા પ્રકાશ માટે મશાલ અને તેલના દીવાઓનો ઉપયોગ કરવામાં આવતો હતો, પરંતુ માત્ર તેટલાથી જ ચાલે એવું નહોતું. તેથી ત્યાં વીજળીનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. આમ, KGF વીજળી મેળવનારું ભારતનું પહેલું શહેર બન્યું હતું.

જાપાન બાદ આ એશિયાનો બીજો સૌથી મોટો પ્લાન્ટ છે. ત્યારબાદ અહીં ખોદકામ માટે ઘણા મશીનો પણ કામે લગાડવામાં આવ્યા હતા. જેનું પરિણામ એ આવ્યું કે, 1905માં સોનાના ખોદકામમાં ભારત દેશ દુનિયામાં છઠ્ઠા નંબર પર આવી ગયો . KGFમાં સોનું મળી આવ્યા બાદ ત્યાંની સૂરત જ બદલાઈ ગઈ હતી. તે સમયની બ્રિટિશ સરકારના અધિકારીઓ અને એન્જિનિયર્સ ત્યાં પોતાના ઘરો પણ બનાવવા લાગ્યા હતા. ત્યાં જે પ્રમાણે બ્રિટિશ અંદાજમાં ઘરોનું નિર્માણ થયુ તેને કારણે તેને મીની ઈંગ્લેન્ડ તરીકે પણ ઓળખવામાં આવતું હતું.

તે સમયમાં પાણીની પણ ખૂબ જ તંગી હતી, તેથી KGFની પાણીની જરૂરિયાત પૂર્ણ કરવા માટે બ્રિટિશ સરકારે ત્યાં નજીક જ એક તળાવનું નિર્માણ કર્યું. આગળ જતા આ જ તળાવ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું અને લોકો અહીં ફરવા માટે આવવા માંડ્યા અને આસપાસના વિસ્તારના લોકો મજૂરી માટે આવવા માંડ્યા. 1930 બાદ આ જગ્યા પર અંદાજિત 30000 મજૂર કામ કરતા હતા.

દેશને જ્યારે આઝાદી મળી ત્યારે સરકારે આ જગ્યા પોતાના તાબામાં લઈ લીધી. તેના એક દાયકા બાદ એટલે કે 1956માં આ ખાણનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. ભારત સરકારની ગોલ્ડ માઈન્સ લિમિટેડ કંપનીએ 1970માં ત્યાં કામની શરૂઆત કરી. કામની શરૂઆત હતી તેને કારણે કંપનીને ફાયદો ઓછો થતો હતો. પરિસ્થિતિ એવી નિર્માણ થઈ કે, 1979 બાદ તો ત્યાં મજૂરોને પણ આપવા માટે પૈસા બચ્યા ન હતા. જેનું પરિણામ એ આવ્યું કે KGFનું પ્રદર્શન 80ના દાયકા દરમિયાન ખૂબ જ ખરાબ થતુ ગયું.

2001માં ભારત ગોલ્ડ માઈન્સ લિમિટેડે ત્યાં સોનાના ખોદકામનું કામ બંધ કરી દીધુ. ત્યારબાદ આ જગ્યા ખંડહર બની ગઈ. એવું માનવામાં આવે છે કે KGFમાં આજે પણ સોનું ઉપલબ્ધ છે. KGFમાં ખોદકામની પ્રક્રિયા 121 વર્ષ કરતા વધુ સમય માટે ચાલી હતી. 2001 સુધી ત્યાં ખોદકામ થતુ રહ્યું. રિપોર્ટ અનુસાર, આ 121 વર્ષ દરમિયાન KGFની ખાણમાંથી 900 ટન કરતા પણ વધુ સોનું બહાર કાઢવામાં આવ્યું હતું. પરંતુ સંજોગોવસાત હાલમાં આ જગ્યા માત્ર એક ખંડહર બનીને રહી ગઈ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/