fbpx
બોલિવૂડ

યશરાજ સલમાન-શાહરૂખ ખાન સાથે ફિલ્મ બનાવશે

યશરાજ ફિલ્મ્સના હેડ આદિત્ય ચોપરા બંને મેગા સ્ટાર્સને સાથે રાખીને બિગ બજેટ સુપર હિટ ફિલ્મ બનાવવા માગે છે. આદિત્ય જાતે ફિલ્મની સ્ક્રિપ્ટ લખવાના છે. બાહુબલિથી માંડીને આરઆરઆર સુધીની સાઉથ ઈન્ડિયન ફિલમ્સને બોલિવૂડ તરફથી જડબાતોડ જવાબ આપવામાં આ ફિલ્મ સફળ રહે તેવી મેકર્સની ઈચ્છા છે. સાઉથ અને બોલિવૂડ વચ્ચે મંડાયેલા આ મોરચામાં બોલિવૂડની મોનોપોલી અકબંધ રાખવામાં આ ફિલ્મ કેટલી સફળ રહે છે તે જાેવું રહ્યું. આદિત્ય ચોપરા ફિલ્મની સ્ક્રિપ્ટથી માંડીને સ્ક્રિન પ્લે અને ડાયલોગ પર કામ કરવાના છે. તેમણે પોતાના આઈડિયા પર કામ શરૂ કરી દીધું છે.

આ ફિલ્મ ૨૦૨૩ના એન્ડમાં અથવા ૨૦૨૪ની શરૂઆતમાં ફ્લોર પર જઈ શકે છે. આગામી સમયમાં આવી રહેલી પઠાણ અને ટાઈગર ૩માં સલમાન-શાહરૂખના કેમિયોને બાદ કરીએ તો તેમણે માત્ર કરણ-અર્જુનમાં જ સાથે કામ કર્યું છે. બંને સ્ટાર્સની કરિયરમાં ફુલ ફ્લેજ્ડ રોલ હોય તેવી એક માત્ર ફિલ્મ કરણ અર્જુન જ છે. સલમાન ખાનની ટાઈગર ૩ ૨૦૨૩માં ઈદ પર જ્યારે શાહરૂખની પઠાણ જાન્યુઆરી ૨૦૨૩માં રિલિઝ થવાની છે. પઠાણ અને ટાઈગરની રિલિઝ બાદ આદિત્ય ચોપરાની ફિલ્મ ફ્લોર પર જવાની છે. ટાઈગર ૩ ઉપરાંત સલમાન ખાન ભાઈજાનના શૂટિંગમાં બિઝી છે. પઠાણ બાદ શાહરૂખ પાસે જવાન અને ડંકી પણ છે. બોલિવૂડના આ બંને સ્ટાર્સનો દબદબો બોક્સ ઓફિસ પર ઘટી રહ્યો હોવાની અટકળો વચ્ચે તેમને સાથે રાખીને ફિલ્મ બનાવવાનો આઈડિયા હિંમતભર્યો છે.

જાે કે ફિલ્મને ફ્લોર પર જવામાં હજુ ઘણો સમય છે અને ત્યાં સુધીમાં શાહરૂખ અને સલમાનની ફિલ્મો મોટા પાયે રિલિઝ થઈ ગઈ હશે. જેથી આદિત્ય ચોપરા પાસે આ બંને સ્ટાર્સની સાથે ફિલ્મની સ્ટ્રેટેજીને વધુ બહેતર બનાવવાની તક રહેશે.દેશ-વિદેશમાં પોપ્યુલારિટી ધરાવતા મેગા સ્ટાર્સ સલમાન અને શાહરૂખ સાથે જાેવાની ઉત્સુકતા ઓડિયન્સમાં હંમેશાથી રહી છે. આ બંને સ્ટાર્સ સાથે હોય તો ફિલ્મ મેકર્સને પણ સક્સેસની ગેરંટી મળી જતી હોય છે. સલમાન અને શાહરૂખે છેલ્લે ૧૯૯૫ના વર્ષમાં સાથે ફિલ્મ કરી હતી. આગામી વર્ષે બંને સ્ટાર્સ એકબીજાની ફિલ્મમાં કેમિયો કરવાના છે, પરંતુ તેમને લીડ રોલમાં રાખીને આખી ફિલ્મ બનાવવાનો આઈડિયા યશરાજ ફિલ્મ્સને આવ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/