fbpx
બોલિવૂડ

પ્રાણ સાહેબે જ અમિતાભ બચ્ચનના કરિયરને વેગ આપ્યો અને ચમકી હતી કિસ્મત

હિન્દી ફિલ્મોના સૌથી લોકપ્રિય ખલનાયકોમાંથી એક પ્રાણ સાહેબની આજે પુણ્ય તિથિ છે. ૧૨ જુલાઈ ૨૦૧૩ના દિવસે આ દિગ્ગજ કલાકારનું નિધન થયું અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીને મોટી ખોટ પડી. પરંતુ પોતાના અભિનયથી લોકોના હ્રદયમાં આજે પણ તેઓ જીવિત છે. પ્રાણ એક એવા અભિનેતા રહ્યા, કે જેમના ચહેરા પર હંમેશા ભાવનાઓનું તોફાન હતુ. આંખોથી જ પ્રાણ પોતાના કિરદારને અભિવ્યક્ત કરી દેતા હતા. એટલે જ નકારાત્મક ભૂમિકાઓ ભજવતા હોવા છતા પ્રાણે દર્શકોના દિલમાં અનોખી છાપ છોડી હતી. પ્રાણનો જન્મ ૧૨ ફેબ્રુઆરી, ૧૯૨૦ના જૂની દિલ્લીના એક શ્રીમંત પરિવારમાં થયો. બાળપણમાં તેમનું નામ પ્રાણ કૃષ્ણ સિકંદ હતું. બાળપણથી જ તેઓ ફોટોગ્રાફર બનવા માંગતા હતા. પરંતુ તેમની કિસ્મતમાં તો અભિનેતા બનવાનું જ લખાયું હતું. ૧૯૪૦માં લેખક મહોમ્મદ વલીએ પ્રાણ સાહેબને એક પાનની દુકાન પર જાેયા અને તેમણે પહેલી જ નજરમાં વિચારી લીધું કે પ્રાણ તેમની પંજાબી ફિલ્મ યમલા જટમાં કામ કરી શકે એમ છે. તેમણે પ્રાણને ફિલ્મ માટે તૈયાર કર્યા અને ફિલ્મ ખૂબ જ સફળ રહી.

પ્રાણને હિંદી ફિલ્મોમાં પહેલો બ્રેક ૧૯૪૨માં ફિલ્મ ખાનદાનથી મળ્યો. પ્રાણ સાહેબ પોતાની મિત્રતા નિભાવવા માટે પણ જાણીતા હતા. મળતી માહિતી અનુસાર ફિલ્મ બૉબી માટે પ્રાણ સાહેબે માત્ર એક જ રૂપિયો ફી લીધી હતી. કહેવામાં આવે છે કે અભિનેતા અને ફિલ્મના નિર્માતા તેમના તમામ પૈસા મેરા નામ જાેકરમાં લગાવી ચુક્યા હતા. જે ફ્લોપ થઈ અને આર્થિક તંગીમાં તેઓ હતો. બોબી ફિલ્મથી તેમને અનેક આશાઓ હતી.

જેથી પ્રાણે ખુદ આગળ આવીને એક રૂપિયાની ફી સ્વીકારી હતી. સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને ફિલ્મ જંજીર અપાવવામાં પ્રાણ સાહેબની મોટી ભૂમિકા છે. કહેવામાં આવે છે કે, પ્રાણ સાહેબે જ અમિતાભ બચ્ચનને ફિલ્મ જંજીર અપાવી હતી અને ત્યારથી જ બચ્ચન સાહેબની કરિયરે વેગ પકડ્યો હતો. આ ફિલ્મમાં પ્રાણ શેર ખાનની ભૂમિકામાં નજર આવ્યા હતા. ફિલ્મોમાં ખલનાયક બનીને લોકોના દિલ જીતનાર પ્રાણ ખૂબ જ સ્વમાની હતી. વર્ષ ૧૯૭૨માં આવેલી ફિલ્મ બેઈમાન માટે તેમને બેસ્ટ સપોર્ટિંગ રોલ માટે ફિલ્મફેર અવોર્ડ મળ્યો. પરંતુ આ અવૉર્ડ તેમણે પાછો આપી દીધો. પ્રાણનું માનવું હતું કે, એ સમયે રિલીઝ થયેલી ફિલ્મ પાકીઝાને અવૉર્ડ ન આપીને ફિલ્મફેરથી ચૂક થઈ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/