fbpx
બોલિવૂડ

ટીઆરપીની રેસમાં આગળ દોડતો ટીવી શો જલદી બંધ થઈ જશે

ટીવી શો ઓગસ્ટમાં ઓફ એર થવા જઈ રહ્યા છે. જેની પાછળનું કારણ છે તેમની નબળી ટીઆરપી. ચોંકાવનારી વાત એ છે કે આમાંથી કેટલીક સિરીયલ્સ તો શરૂ થયે માત્ર ૪થી ૫ મહિના જ થયા છે. સાથ નિભાના સાથીયા ૨ : સાથ નિભાના સાથીયાની પહેલી સીઝન ખુબ જ સુપરહિટ રહી હતી. અનેક વર્ષો સુધી આ શો ટીઆરપીની રેસમાં પણ રહ્યો પરંતુ હવે તે જાદુ સાથ નિભાના સાથીયા ૨માં જાેવા મળી રહ્યો નથી. આથી આ શો પણ બંધ કરવાનો ર્નિણય લેવાયો છે.

આ શો ઓગસ્ટમાં ઓફ એર થઈ શકે છે. મીઠાઈ ઃ માત્ર ચાર મહિનાની અંદર જ આ શોના ડબ્બાગૂલ થઈ ગયા. આ શો દર્શકો પર કોઈ છાપ છોડી શક્યો નથી. દર્શકોના હ્રદયમાં જગ્યા ન બનાવી શકવાના કારણે હવે જેવું માનવામાં આવી રહ્યું હતું તે મુજબ શોને બંધ કરવાનો ર્નિણય લેવાયો છે. ઓગસ્ટમાં આ શોની જગ્યાએ સંજાેગ નામની સિરીયલ આવશે. નીમા ડેન્ઝોગપા ઃ અનેક મહિનાથી ટીઆરપીમાં રહેવાની કોશિશ કરી રહેલી સિરીયલ નીમા ડેન્ઝોગપા પણ બંધ થવાને આરે પહોંચી ગયો છે. આ શોને જાેઈતી ટીઆરપી મળતી નથી.

જેથી કરીને આ શોને હવે બંધ કરીને તેના ટાઈમ સ્લોટમાં બીજી નવી સિરીયલ પિશાચિની લાવવામાં આવી રહી છે. કભી કભી ઈત્તફાક સે ઃ આ નામનો કોઈ શો ચાલતો હશે કે નહીં તે પણ કેટલાક દર્શકોને તો ખબર નહીં હોય. યેશા રૂઘાની અને મનન જાેશી તેમાં લીડ ભૂમિકા ભજવી રહ્યા હતા. પરંતુ હવે આ શો બંધ થવાના સમાચાર આવી રહ્યા છે. તેની જગ્યાએ ઉડતી કા નામ રજ્જાે નામનો શો આવી રહ્યો છે. સ્પાય બહુ ઃ સ્પાય બહુ નામનો શો પણ જલદી બંધ થવા જઈ રહ્યો છે. આ શોને પણ ખુબ પ્રમોટ કરાયો હતો. આમ છતાં ટીઆરપી મળી નહીં.

આથી ઓગસ્ટમાં આ શો હવે ઓફ એર થઈ જશે. તેની જગ્યાએ શેરદિલ શેરગિલ નામનો શો લોકોનું મનોરંજન કરવા માટે આવશે. મોસે છાલ કિયે જાયે ઃ આ શો ફક્ત પાંચ મહિનામાં બંધ થવાને આરે પહોંચી ગયો. બિગ બોસમાં નજરે પડેલી વિધિ પંડ્યા આ શોમાં લીડ ભૂમિકા ભજવી રહી હતી. પરંતુ શોને ટીઆરપી મળી નહીં. આથી બંધ કરવાનો ર્નિણય લેવાયો. ઓગસ્ટમાં આ શો ઓફએર થઈ જશે. આ શોની જગ્યાએ કોન બનેલા કરોડપતિ ટેલિકાસ્ટ થશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/