fbpx
બોલિવૂડ

લલિત મોદી સાથે અફેર મામલે સુષ્મિતા સેને હવે તોડ્યુ મૌન

પૂર્વ મિસ યુનિવર્સ અને બૉલિવુડ એક્ટ્રેસ સુષ્મિતા સેન છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. હાલમાં તેની સોશિયલ મીડિયા પર જાેરદાર ચર્ચા થઈ રહી છે. લલિત મોદી સાથેના સંબંધોને લઈને પણ તેને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા લલિત મોદીએ સુષ્મિતા સાથેના સંબંધો વિશે ટિ્‌વટ કર્યુ હતુ. ત્યારબાદ ટ્રોલરોએ સોશિયલ મીડિયા પર મીમ્સ બનાવવાનુ શરૂ કર્યુ અને સુષ્મિતા સેનને ગોલ્ડ ડિગર સુદ્ધા કહી દીધી. જાે કે, ટ્રોલીંગ વચ્ચે સુષ્મિતા સેને હવે સોશિયલ મીડિયા પર એક નવી પોસ્ટ શેર કરી છે જેને જાેઈને તેના ફેન્સ તેના પર પ્રેમ વરસાવી રહ્યા છે.

અભિનેત્રી સુષ્મિતા સેન પોતાની એક્ટિંગની સાથે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. લલિત મોદી સાથેના તેના સંબંધોના સમાચાર પર ટ્રોલિંગ અને મૌન તોડવાની વચ્ચે તેણે સોશિયલ મીડિયા પર એક નવી પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ દ્વારા તેણે એ કહેવાનો પ્રયાસ કર્યો છે કે તે પોતાના જીવનમાં ખૂબ જ ખુશ છે અને તેને કોઈ વાતની ચિંતા નથી. સુષ્મિતા સેને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક હસતી સેલ્ફી શેર કરી છે. જેની સાથે તેણે ચાહકોના નામે એક ક્યૂટ પોસ્ટ લખી છે. આ પોસ્ટ દ્વારા તેણે એ ચાહકોને પ્રેમ આપવાનો પ્રયાસ કર્યો છે જેમણે આટલુ બધુ કર્યા પછી પણ પોતાનો સાથ છોડ્યો નથી.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી સેલ્ફીમાં સુષ્મિતા સેને બ્લ્યુ ટૉપ પહેર્યુ છે અને તે હસતી જાેવા મળી રહી છે. આ ઉપરાંત તેણે પોતાનો લુક કમ્પ્લીટ કરવા માટે સનગ્લાસ પહેર્યા છે અને તે કારમાં બેઠી છે. ઇન્સ્ટાગ્રામ પર તેની સેલ્ફી શેર કરતા સુષ્મિતા સેને કેપ્શનમાં લખ્યુ – ઈંખ્તીહંઙ્મીરટ્ઠॅॅઅિીદ્બૈહઙ્ઘીિ હું તમને બધાને ખૂબ પ્રેમ કરુ છુ. ઈંઙ્ઘેખ્તખ્તટ્ઠઙ્ઘેખ્તખ્તટ્ઠ ઈંઅર્ેજિંિેઙ્મઅ. સુષ્મિતા સેનની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે અને લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. સુષ્મિતા સેનની પોસ્ટ શેર કરતાની સાથે જ ફેન્સ તેના પર પ્રેમ વરસાવવા લાગ્યા છે.

સુષ્મિતા પોતાના ફેન્સનો આ પ્રેમ જાેઈને ઘણી ખુશ દેખાઈ રહી છે. સુષ્મિતાની આ પોસ્ટ પર કોમેન્ટ કરતાં તેની પુત્રી રેને લખ્યુ – હું તમને સૌથી વધુ પ્રેમ કરુ છુ, વાત ખતમ થઈ ગઈ. વળી, એક ફેને તેની પોસ્ટ પર કોમેન્ટ કરતા લખ્યુ – આભાર, તમે મારી પ્રેરણા છો, લવ યુ મેમ. તમને અઢળક પ્રેમ. તમને જણાવી દઈએ કે જ્યારે લોકોએ સુષ્મિતા સેનને લલિત મોદી સાથેના સંબંધો માટે નિશાન બનાવવાનુ શરૂ કર્યુ ત્યારે ઘણા બૉલિવુડ સેલેબ્સે અભિનેત્રી માટે પોસ્ટ કરીને તેને પ્રોત્સાહન આપ્યુ. આ યાદીમાં પ્રિયંકા ચોપડા, શિલ્પા શેટ્ટી, રણવીર સિંહના નામ શામેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/