fbpx
બોલિવૂડ

લાલ સિંહ ચઢ્ઢા અને પાકિસ્તાની ફિલ્મ જાેયલેન્ડનું સ્ક્રિનિંગ

ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્નનો ૧૨ ઓગસ્ટથી પ્રારંભ થઈ રહ્યો છે. ૨૦ ઓગસ્ટ સુધી ચાલનારા આ ફેસ્ટિવલમાં આમિરખાનની ફિલ્મ લાલસિંહ ચઢ્ઢા, અનુરાગ કશ્યપની દોબારા ઉપરાંત પાકિસ્તાની ફિલ્મ જાેયલેન્ડનું સ્ક્રિનિંગ કરવામાં આવશે. આ ફેસ્ટિવલમાં ફિચર ફિલ્મ્સ, ડોક્યુમેન્ટ્રીઝ અને શોર્ટ ફિલ્મ્સ જેવી કેટેગરીમાં ફિલ્મો રજૂ થશે અને માસ્ટર ફિલ્મમેકર સત્યજીત રેને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.

હુર્રે બોલિવૂડ સેગમેન્ટમાં લાલસિંહ ચઢ્ઢા ઉપરાંત રણવીરસિંહની ફિલ્મ ૮૩, આયુષ્માન ખુરાનાની ચંદીગઢ કરે આશિકી, દીપિકા પાદુકોણની ગેહરાઈયાં, વિકી કૌશલની સરદાર ઉધમ અને જલસા દર્શાવવામાં આવશે. બીયોન્ડ બોલિવૂડ સેક્શનમાં તાપસી પન્નુની દોબારા, સુરિયાની જયભીમ, અપર્ણા સેનની ધ રેસિપ્ટ, શ્લોક શર્માની ટુ સિસ્ટર્સ એન્ડ અ હસબન્ડ, રિતેશ શર્માની ઝીની બિની ચદરિયાનું સ્ક્રિનિંગ થશે. ભારતીય ઉપખંડની કેટેગરીમાં પાકિસ્તાની ફિલ્મ જાેયલેન્ડ બતાવવામાં આવશે, જેને કાન્સ ફેસ્ટિવલમાં એવોર્ડ મળ્યો હતો.

બાંગ્લાદેશની ફિલ્મ નો લેન્ડ્‌સ મેન અને ભૂતાનની લ્યુનાનાઃ એ યાક ઈન ધ ક્લાસરૂમ બતાવવામાં આવશે. સત્યજીત રેને શ્રદ્ધાંજલિ આપવા માટે પાથેર પાંચાલી, અપરાજિતો અને અપુર સંસાર દર્શાવાશે. આ ફિલ્મ ફેસ્ટિવલમાં કપિલ દેવ ગેસ્ટ ઓફ ઓનર તરીકે હાજરી આપશે. તેમની સાથે સામંથા રૂથ પ્રભુ, તમન્ના અને ડિરેક્ટર કબીર ખાન પણ ઉપસ્થિત રહેશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/