fbpx
બોલિવૂડ

સિંઘમ ૩માં ચુલબુલ પાંડે પણ જાેવા મળશે

રોહિત શેટ્ટી હાલ ખતરોં કે ખિલાડી ૧૨ને હોસ્ટ કરી રહ્યા છે. આ સાથે સિંઘમ ૩નું પ્રી-પ્રોડક્શન શરૂ થઈ ગયું છે. એપ્રિલ ૨૦૨૩માં ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાનો પ્લાન છે. આ સાથે રોહિત શેટ્ટીએ કાસ્ટિંગ ફાઈનલ કરવા માંડ્યું છે. સોર્સીસના જણાવ્યા મુજબ, આ ફિલ્મમાં અજય દેવગણની સાથે સલમાન ખાન પણ જાેવા મળશે. સલમાન ખાનનો કેમિયો જાેવા મળશે, પરંતુ તેમના રોલ અંગે ખાસ જાણકારી મળી નથી. સલમાન ખાને દબંગ ફિલ્મોમાં પોલીસ ઓફિસરનો રોલ કરેલો છે અને તેને જાેતાં ચુલબુલ પાંડેના કેરેક્ટરમાં સલમાન ખાન આવી શકે છે.

આ અંગે ઓફિશિયલ કન્મફર્મેશન આવ્યું નથી, પરંતુ સલમાન અને અજયને સાથે જાેવા માટે ફેન્સ ઉત્સુક છે. સલમાન અને કેટરિનાની ફિલ્મ ટાઈગર ૩ રિલિઝ થવાની છે. આ ઉપરાંત સલમાન ખાન બે ફિલ્મોમાં કેમિયો કરવાનો છે. શાહરૂખની ફિલ્મ પઠાણ અને ચિરંજીવીની ફિલ્મ ગોડફાધરમાં સલમાન ખાનનો સ્પેશિયલ એપિયરન્સ જાેવા મળશે. સામાન્ય રીતે લીડ રોલમાં જ જાેવા મળતાં સલમાન ખાનનો કેમિયો ધરાવતી ત્રણ ફિલ્મો આગામી સમયમાં જાેવા મળશે.

રોહિત શેટ્ટીની ફિલ્મોમાં પોલીસ ફોર્સના સાહસની સ્ટોરી જાેવા મળે છે. અજય દેવગણ સાથે બનાવેલી સિંઘમ સિરિઝની બે ફિલ્મો સફળ રહ્યા બાદ રોહિત શેટ્ટીએ સિંઘમ ૩ની તૈયારીઓ શરૂ કરી છે. ફિલ્મને વધારે ઈન્ટ્રેસ્ટિંગ બનાવવા માટે રોહિતે સલમાનને પણ મહત્ત્વના રોલ માટે તૈયાર કરી લીધો છે. સલમાન આ ફિલ્મમાં કેમિયો કરે તેવી શક્યતા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/