fbpx
બોલિવૂડ

ઓવરસ્માર્ટ બનવામાં કેબીસીમાં એમપીની વૈષ્ણવીનો જવાબ ખોટો પડ્યો

મધ્યપ્રદેશના જબલપુરની રહેવાસી વૈષ્ણવી સિંહ હોટ સીટ પર બેઠી હતી. તેની જીદને કારણે તેણે ૧ લાખ ૬૦ હજારની રકમ ગુમાવી દીધી. તે વ્યવસાયે કન્ટેન્ટ રાઇટર છે, જે વિવિધ કંપનીઓ માટે માહિતી લખે છે. શરૂઆતમાં તેણે રમત સારી રીતે રમી હતી. પરંતુ બાદમાં તેની જ ભૂલને કારણે તે મુશ્કેલીમાં મુકાઈ ગઈ. વૈષ્ણવીએ સરળતાથી ૮૦ હજાર રૂપિયા જીતી લીધા હતા પરંતુ ૧ લાખ ૬૦ હજાર રૂપિયાના પ્રશ્નનો ખોટો જવાબ આપ્યો. હવે પ્રશ્ન શું હતો, તે પણ સાંભળો. બિગ બીએ વૈષ્ણવીની સામે પ્રશ્ન મૂક્યો – કયો વર્તમાન દેશ છે, જ્યાં એક શહેરનું નામ તીન મૂર્તિ-હૈફા ચોક રાખવામાં આવ્યું છે? પ્રથમ વિકલ્પ હતો – દક્ષિણ સુદાન, બીજાે – દક્ષિણ આફ્રિકા, ત્રીજાે – જાેર્ડન, ચોથો – ઇઝરાયેલ. જ્યારે વૈષ્ણવી સિંહ આનો જવાબ ન આપી શકી તો શોના હોસ્ટે પણ તેને ઠપકો આપ્યો. કારણ કે તે પોતાને ટ્રાવેલિંગની શોખીન કહી રહી હતી. એટલું જ નહીં તેની પાસે લાઈફલાઈન પણ હતી, પરંતુ તેણે તેનો ઉપયોગ કર્યો ન હતો. તેણે કહ્યું કે તે દૂરનું વિચારી રહી હતી.

તેણે એક તુક્કો લગાવીને તમામ મહેનત પાર પાણી ફેરવી દીધું અને સીધી ૧૦ હજાર પર આવી ગઈ હતી. તમને જણાવી દઈએ કે આ સવાલનો સાચો જવાબ ઈઝરાયેલ છે. શો સાથે જાેડાયેલી ક્લિપ્સ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. કૌન બનેગા કરોડપતિ ૧૪ સોમવારથી શુક્રવાર રાત્રે ૯ વાગ્યે પ્રસારિત થાય છે. આઝાદીના ૭૫ વર્ષ પૂરા થવાના અવસર પર નિર્માતાઓએ જેકપોટ પ્રાઈઝ વધારીને ૭.૫ કરોડ રૂપિયા કરી દીધી છે. ઉપરાંત, આ વર્ષે ૭૫ લાખ રૂપિયાનો એક વધારાનો સ્ટોપ ઉમેરવામાં આવ્યો છે, જે સ્પર્ધકોને ઈનામની મોટી રકમ જીતવામાં મદદ કરી શકે છે.રિયાલિટી ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ’ શરૂ થઈ ગયો છે અને આ સિઝનમાં ફરી એક વાર નવા નવા સ્પર્ધકો પોતાનું નસીબ અજમાવવા માટે હોટ સીટ પર આવી રહ્યા છે અને આગવી રીતે ગેમ રમી રહ્યા છે. શોમાં તમામ સ્પર્ધકો કરોડપતિ બનવાનું સપનું લઈને આવે છે, તેમાંથી કોઈ જ ખરેખર કરોડપતિ બની જાય છે અને એક મોટી રકમ ઘરે લઈ જાય છે. પરંતુ ક્યારેક શોમાં એવા સ્પર્ધકો પણ આવે છે, જે પોતાની હોશિયારીને કારણે જીતેલી રકમથી પણ હાથ ધોઈ બેસે છે. આવી જ એક સ્પર્ધક તાજેતરમાં શોની હોટ સીટ પર પહોંચી ગઈ હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/