fbpx
બોલિવૂડ

સુકેશ મળ્યો તે પહેલાં એફડી કરી હતી : જેકલિન ફનાર્ન્ડિઝ

શ્રીલંકન મૂળની એક્ટ્રેસ જેક્વેલિન ફનાર્ન્ડિઝને કૌભાંડી સુકેશ સાથેની દોસ્તી ઘણી ભારે પડી છે. સુકેશ પાસેથી કરોડો રૂપિયાની ગિફ્ટ લીધી હોવાનું બહાર આવતાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમે જેક્વેલિનને પણ આરોપી બનાવી છે અને તેની કરોડો રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. જેમાં જેક્વેલિને બેંકમાં મૂકેલી ફિક્સ્ડ ડિપોઝિટ્‌સનો પણ સમાવેશ થાય છે. આ અંગે જેક્વેલિને સ્પષ્ટતા કરી છે કે, સુકેશ સાથે પરિચય થયો તે પહેલાં ફિક્સ્ડ ડિપોઝિટ બેંકમાં મૂકી હતી. પોતાની કાયદેસરની આવકનું ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરાયું હતું.

કૌભાંડી સુકેશે આચરેલા રૂ.૨૦૦ કરોડના કૌભાંડમાં જેક્વેલિનનું નામ બહાર આવ્યું હતું. આ કેસમાં જેક્વેલિનની અનેક વખત પૂછપરછ બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમે તેને આરોપી બનાવી છે. સુકેશે આપેલી મોંઘી કાર અને જ્વેલરી જપ્ત થયા બાદ હવે ફિક્સ્ડ ડિપોઝિટ પણ સંકટમાં મૂકાઈ છે. પાછલા અઠવાડિયે ઈડી દ્વારા આ કેસમાં પૂરવણી ચાર્જશીટ થઈ હતી અને તેમાં આરોપી તરીકે જેક્વેલિનનું નામ બહાર આવ્યુ હતું. જાે કે એક્ટ્રેસ તરફથી તે નિર્દોષ હોવાની દલીલ થઈ રહી છે. આ કેસમાં તે આરોપી નહીં, પરંતુ પીડિત છે તેવો દાવો કરાયો છે. તપાસમાં સહકાર આપ્યો હોવા છતાં ખોટી રીતે નામ સંડોવી દેવાયું હોવાની દલીલ પણ થઈ રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/