fbpx
બોલિવૂડ

કોફી વિથ કરણ ૭માં ટાઈગર શ્રોફ આ શું બોલી ગયો? જેનાથી કરણ જાેહર પણ દંગ રહી ગયો

કરણ જાેહરના ચેટ શો કોફી વિથ કરણ ૭ સતત ચર્ચામાં બનેલો છે. શોના નવા એપિસોડમાં હીરોપંતીની જાેડી ટાઇગર શ્રોફ અને કૃતિ સેનન સાથે જાેવા મળ્યા હતા. જ્યાં બંનેએ ખુબ મસ્તીની સાથે પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફને લઈને ઘણા ખુલાસા પણ કર્યા છે. આ વચ્ચે શો દરમિયાન ટાઇગર અમિતાભ બચ્ચન અને રેખાને લઈને કંઈક એવું બોલી ગયો જેનાથી કરણ જાેહર પણ દંગ રહી ગયો. હકીકતમાં શોમાં ક્વિઝ રાઉન્ડ દરમિયાન કરણ જાેહરે ટાઇગર શ્રોફ અને કૃતિ સેનનને અમિતાભ બચ્ચનને લઈને એક સવાલ પૂછ્યો, જેમાં ટાઇગર અટકી ગયો. કરણ જાેહરે ક્વિઝ રાઉન્ડ દરમિયાન પૂછ્યુ કે કોઈ એવી અભિનેત્રીનું નામ જણાવ જેણે અમિતાભ બચ્ચનના માતા અને લવર બંનેો રોલ કર્યો હોય.

તેના પર કૃતિ સેનને જવાબ આપ્યો કે હું શ્યોર નથી. જ્યારે કરણના સવાલનો જવાબ આપતા ટાઇગરે બજર દબાવ્યું અને બોલ્યો, રેખા મેમ? ટાઇગરના મોઢામાંથી આ નામ સાંભળતા કરણ જાેહર શોક્ડ રહી ગયો અને બોલ્યો- શું? ત્યારબાદ કરણ જાેહર ચોંકીને બોલ્યો- નહીં… તેણે ક્યારેય અમિતાભ બચ્ચનના માતાની ભૂમિકા ભજવી નથી. આ સવાલનો સાચો જવાબ છે વહીદા રહમાન… વહીદા મેમ સિવાય રાખી અને શર્મિલા ટાગોરે પણ અમિતાભ બચ્ચનના માતા અને પ્રેમિકા બંનેની ભૂમિકા ભજવી છે. તેના પર ટાઇગર કહેવા લાગ્યો કે હું વિચારી રહ્યો હતો, તો કરણ જાેહરે તેની મજાક કરતા કહ્યું- ઓહ તો તું વિચારી રહ્યો હતો? નોંધનીય છે કે ટાઇગર શ્રોફ અને કૃતિ સેનનની જાેડી એકવાર ફરિ ફિલ્મ ગણપતમાં સાથે નજર આવવાની છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/