fbpx
બોલિવૂડ

‘ભૂલ ભુલૈયા ૨’ ફિલ્મે કપરા સમયમાં આશા જગાવી : કિયારા અડવાણી

કિયારા અડવાણીએ બોલિવૂડમાં એન્ટ્રી સાથે જ તરખાટ મચાવ્યો હતો. કિયારાએ ફિલ્મ ‘ફૂગલી’ થી ડેબ્યૂ કર્યું હતું અને પહેલી ફિલ્મથી જ તેણે ફિલ્મ મેકર્સની સાથે ઓડિયન્સને પણ ઈમ્પ્રેસ કરી હતી. ખાસ કરીને, ફિલ્મ ‘એમ. એસ. ધોની’ માં કિયારાના નાનકડા પણ મહત્વના રોલથી તે ચર્ચામાં આવી હતી. આ સાથે જ, તેણે અનેક હિટ ફિલ્મો આપી છે અને આ વર્ષે હજુ સુધી તેની બે ફિલ્મો રિલીઝ થઈ છે અને બંને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર સફળતા મેળવી છે. જેમાં બોલિવૂડની આ વર્ષની સૌથી મોટી ફિલ્મ ‘ભૂલ ભુલૈયા ૨’ સામેલ છે. આ વર્ષ બોલિવૂડ માટે સારું નથી રહ્યું. ફિલ્મોની ક્વોલિટીની સાથે બોયકોટ ટ્રેન્ડના કારણે પણ પ્રોડ્યુસર્સને મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.

આ વિશે કિયારાએ કહ્યું હતું કે, અમે આ ફિલ્મ માટે ત્રણ વર્ષ સુધી મહેનત કરી હતી. કોરોના સમયમાં ફિલ્મનું શું થશે તે અમને ખબર ન હતી પરંતુ અમે સૌએ દિલથી મહેનત કરી હતી. જ્યારે, ફિલ્મ રિલીઝ થઈ ત્યારે અમારા મનમાં ઘણી આશંકા હતી કે, અગાઉની હિટ ફિલ્મના કોન્સેપ્ટ પર બેઝ્‌ડ આ ફિલ્મને કેવી પ્રતિક્રિયા મળશે? લોકોએ ફિલ્મને ખૂબ જ પ્રેમ આપ્યો અને અમે દર્શકોને થીયેટર સુધી લાવવામાં સફળ રહ્યા જેથી બીજા ફિલ્મ ઈન્ડસ્ટ્રીના આર્ટિસ્ટ અને મેકર્સને એક આશાની કિરણ મળી. અત્યારે કિયારા તેની આગામી લવ સ્ટોરી- ડ્રામા ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’ નું શૂટિંગ કરી રહી છે. જેમાં કાર્તિક આર્યન તેની સાથે જાેડી જમાવશે. આ સાથે જ, તે ‘ગોવિંદા નામ તેરા’ માં વિકી કૌશલ અને ભૂમિ પેડનેકર સાથે જાેવા મળશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/