fbpx
બોલિવૂડ

રાધિકા આપ્ટેના ૩૭માં જન્મદિવસે જાણીએ રસપ્રદ વાતો…

બૉલિવુડ અભિનેત્રી રાધિકા આપ્ટેએ પોતાના શ્રેષ્ઠ અભિનયથી એક અલગ જ છાપ છોડી છે. અભિનેત્રીને પડકારરૂપ ભૂમિકાઓ કરવાનું પસંદ છે. રાધિકાએ હિન્દી ઉપરાંત તમિલ, તેલુગુ, મરાઠી, બંગાળી અને અંગ્રેજી ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. અભિનેત્રીનો જન્મ ૭ સપ્ટેમ્બર ૧૯૮૫ના રોજ વેલ્લોરમાં થયો હતો. આજે રાધિકા આપ્ટેનો ૩૭મો જન્મદિવસ છે. આ અવસર પર અમે તમને અભિનેત્રી સાથે જાેડાયેલી કેટલીક ખાસ વાતો જણાવીએ છીએ. રાધિકાએ વર્ષ ૨૦૦૫માં શાહિદ કપૂર સાથેની ફિલ્મ ‘વાહ લાઈફ હો તો ઐસી’થી ડેબ્યૂ કર્યુ હતુ. આ ફિલ્મમાં રાધિકાનો રોલ નાનો હતો પરંતુ તેને અસલી ઓળખ ૨૦૧૧માં આવેલી ફિલ્મ ‘શોર ઇન ધ સિટી’થી મળી હતી. તેને ફિલ્મોમાંથી એટલી ઓળખ મળી નથી જેટલી અભિનેત્રીને ર્ં્‌્‌થી મળી હતી. આ સિવાય જાે અભિનેત્રીના અંગત જીવનની વાત કરીએ તો તે મીડિયાની સામે આ વિશે વાત કરવાનુ પસંદ કરતી નથી.

હવે રાધિકા આપ્ટેના અંગત જીવનની વાત કરીએ તો તમને જણાવી દઈએ કે વર્ષ ૨૦૧૨માં તેણે બ્રિટિશ વાયોલિન પ્લેયર અને સંગીતકાર બેનેડિક્ટ ટેલર સાથે લગ્ન કર્યા હતા. પરંતુ અભિનેત્રીએ લાંબા સમય પછી મીડિયાની સામે તેના લગ્નની સત્તાવાર જાહેરાત કરી. પરંતુ શું તમે જાણો છો કે રાધિકા આપ્ટેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર નથી. રાધિકા આપ્ટે અને બેનેડિક્ટ ટેલરની લવ લાઈફની કહાની ખૂબ જ રસપ્રદ છે. રાધિકા આપ્ટેએ ઈન્ડિયા ટુડેને જણાવ્યુ હતુ ક જ્યારે તેણે બેનેડિક્ટ સાથે લગ્ન કર્યા હતા, ત્યારે તે તસવીરો ક્લિક કરવાનુ ભૂલી ગઈ હતી. હવે તેની પાછળ બીજુ એક ખાસ કારણ પણ છે. લગ્નના ફોટા ન હોવા અંગે વાત કરતા રાધિકાએ કહ્યુ, ‘જ્યારે મારા અને બેનેડિક્ટના લગ્ન ૧૦ વર્ષ પહેલા થયા હતા ત્યારે અમે તસવીરો લેવાનુ ભૂલી ગયા હતા. અમે ડુ ઈટ યોરસેલ્ફની થીમ પર લગ્ન કર્યા. જેમાં અમે અમારુ ભોજન જાતે રાંધ્યુ અને અમારા મિત્રોની હાજરીમાં નૉર્ધન ઈંગ્લેન્ડમાં લગ્ન કર્યા.

અમારા અડધા મિત્રો ફોટોગ્રાફર હતા પરંતુ કોઈએ લગ્નની તસવીરો ક્લિક કરી ન હતી. અમે બધા નશામાં હતા અને તેથી મારી પાસે લગ્નની કોઈ તસવીરો નથી જે એક રીતે સારી બાબત છે. બીજી તરફ રાધિકા આપ્ટેના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે ફિલ્મ ‘ફોરેન્સિક’માં જાેવા મળી હતી. જેમાં ફેન્સે એક્ટ્રેસની એક્ટિંગના ખૂબ વખાણ કર્યા હતા. હવે તે ટૂંક સમયમાં રિતિક રોશન અને સૈફ અલી ખાનની ફિલ્મ વિક્રમ વેધામાં જાેવા મળશે. આ ફિલ્મ ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ રિલીઝ થવાની છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/