fbpx
બોલિવૂડ

સુકેશ સાથે જોડાયું ચાહત ખન્નાનું નામ, ઉર્ફી જાવેદે કટાક્ષ કર્યોઆવશે? EVને લઇને નીતિન ગડકરીનું નિવેદન

કરોડોની છેતરપિંડી કરવાના આરોપમાં તિહાડ જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખર સાથે કનેક્શનના કારણે બોલિવુડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીસ અને નોરા ફતેહી ચર્ચાઓમાં છે. હાલમાં જ જ્યાં દિલ્હી પોલીસની ‘આર્થિક ગુના શાખા’ (EOW)એ જેકલીન ફર્નાન્ડીસ સાથે પૂછપરછ કરી, તો 15 સપ્ટેમ્બરે આ મામલામાં નોરા ફતેહી સાથે પણ પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન ઇન્ડિયા ટુડેના એક રિપોર્ટનું માનીએ, તો આ મામલામાં અન્ય ચાર અભિનેત્રીઓનું નામ પણ જોડાઈ રહ્યું છે, જેમાં ચાહત ખન્ના, નિકિતા તંબોલી, અરૂષા પાટિલ અને સોફિયા સિંહ શામેલ છે. રિપોર્ટમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ ચારેય અભિનેત્રીઓએ તિહાડ જેલમાં સુકેશની સાથે મુલાકાત કરી હતી, ત્યાર બાદ એમને મોંઘા ગીફ્ટ પણ મળ્યા. તેમજ, હવે એવું માનવામાં આવી રહ્યું છે કે, જેકલીન અને નોરા પછી આ અભિનેત્રીઓ સાથે પણ પૂછપરછ થઇ શકે છે. આ મામલામાં ચાહત ખન્નાનું નામ જોડાતાં જ સોશિયલ મીડિયા સંસેશન ઉર્ફી જાવેદે એક્ટ્રેસ પર ટીકા કરતા પોસ્ટ શેર કરી છે.

ઉર્ફી જાવેદે કહી આ વાત

ઉર્ફી જાવેદે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ચાહત ખન્ના અને સુકેશ ચંદ્રશેખરના સમાચારનો એક સ્ક્રીનશોટ શેર કર્યો છે. જેમાં તેણે ચાહત ખન્ના પર ટીકા કરતા લખ્યું કે, ‘પણ હું અશ્લીલ કપડા પહેરવા અને મીડિયાને ચૂકવણી કરવા માટે અપ્રિય છું.’ નોંધનીય છે કે, થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર ઉર્ફી અને ચાહત વાર-પલટવાર કરતા જોવા મળી હતી.

ચાહતે ઉર્ફીના કપડાઓ પર કરી હતી ટીકા

ઉર્ફી જાવેદ પોતાના અતરંગી કપડાઓના કારણે હંમેશાંથી જ સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. તેમજ થોડા સમય પહેલા ચાહત ખન્નાએ સોશિયલ મીડિયાના માધ્યમથી ઉર્ફીના કપડાઓ પર ટીકા કરી હતી, ત્યાર બાદ ઉર્ફીએ પણ ચાહતના ડિવોર્સની મદદ લઈને તેના પર પલટવાર કર્યો હતો. જો કે, પછી ઉર્ફીએ મીડિયા સાથે વાત કરતા પોતાની ભૂલ સ્વીકારી હતી અને કહ્યું હતું કે, ‘તેણે કોઈની પર્સનલ લાઈફ પર આવી રીતની કમેન્ટ ન કરવી જોઈતી હતી.’ પણ હવે સુકેશ ચંદ્રશેખરની સાથે ચાહતનું નામ જોડાયાના સમાચાર સામે આવતા જ એક વાર ફરી ઉર્ફીએ તેના પર ટીકા કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/