fbpx
બોલિવૂડ

પ્રેગ્નન્સી પછી રાજામૌલીની ફિલ્મમાં સાઉથના આ સુપરસ્ટાર સાથે કમબેક કરશે આલિયા

એક્ટ્રેસ આલિયા ભટ્ટ હાલમાં જ રીલિઝ થયેલી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ ની સકસેસ અને પોતાની પ્રેગ્નન્સીને પૂરી રીતે એન્જોય કરી રહી છે, પણ હવે આલિયાના ફેન્સ માટે હજુ એક મોટા સમાચાર આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આલિયાને મહેશ બાબુ સાથે એસએસ રાજામૌલીની ફિલ્મ ‘SSMB 29’માં લીડ રોલ નિભાવવા માટે અપ્રોચ કરવામાં આવી છે. આ કહેવું ખોટું નથી કે, આ ફિલ્મ ટોલિવુડમાં આલિયાની એક પરફેક્ટ શરૂઆત રહેશે. કેમ કે, આના પહેલા તેણે રાજામૌલીની ફિલ્મ ‘RRR’માં પણ કામ કર્યું હતું, પણ આમાં એક્ટ્રેસનો રોલ ખૂબ જ નાનો હતો. જો આ સમાચાર સાચા સાબિત થાય છે, તો આલિયા મહેશ બાબૂની સાથે લીડ એક્ટ્રેસ તરીકે કામ કરશે. તેમજ બીજી બાજુ મહેશ માટે પણ હિન્દીમાં આ એક પરફેક્ટ શરૂઆત રહેશે. કેમ કે, આ ફિલ્મ હિન્દી ભાષામાં પણ રીલિઝ થશે.

ડિલીવરી પછી કરશે શૂટિંગ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આલિયા ભટ્ટને મહેશ બાબૂની સાથે એસએસ રાજામૌલીની ફિલ્મ ‘SSMB29’ માટે અપ્રોચ કરવામાં આવી હતી. આલિયાની ડિલીવરી પછી તરત જ ફિલ્મનું શૂટિંગ શરૂ થઇ જશે. જો કે, આ સમાચારથી આલિયાના ફેન્સ ખૂબ જ ખુશ છે. નિશ્ચિત રૂપથી લોકો આલિયાને એક વાર ફરી રાજામૌલીની ફિલ્મમાં જોવા માટે ઉત્સાહિત છે. આ ઉપરાંત, મહેશ બાબૂ અને આલિયાની ફ્રેશ જોડી પણ પ્રેક્ષકોની ખુશીનું કારણ છે. જો કે, હજુ ફિલ્મની કાસ્ટને લઈને મેકર્સ તરફથી ઓફિશિયલ અનાઉન્સમેન્ટ થવાની બાકી છે.

ડિસેમ્બરમાં થશે આલિયાની ડિલીવરી

તેમજ, જો વાત આલિયા ભટ્ટની પ્રેગ્નન્સી વિશે કરવામાં આવે તો, એક્ટ્રેસની ડિલીવરી ડિસેમ્બરના અંતમાં થઇ શકે છે. નીતૂ કપૂરે પોતાની વહુ માટે સ્પેશિયલ લેડીઝ બેબી શોવર પણ હોસ્ટ કરવાની પ્લાનિંગ કરી છે. આ ઉપરાંત, એક્ટ્રેસના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો, તેણે પોતાની પહેલી હોલીવુડ ફિલ્મ ‘હાર્ટ ઓફ સ્ટોન્સ’ ની શૂટિંગ પૂરી કરી છે, જેમાં તે ગેલ ગેડોટની સાથે જોવા મળશે. સાથે જ આલિયા કરણ જોહરની આગામી ફિલ્મ ‘રોકી ઔર રાણી કી પ્રેમ કહાની’માં રણવીર સિંહની સાથે જોવા મળશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/