fbpx
બોલિવૂડ

આ નેશનલ એવોર્ડ વિનર એક્ટ્રેસ બનવા જઈ રહી છે ‘બિગ બોસ 16’ની કન્ટેસ્ટન્ટ

‘બિગ બોસ’ એક ચર્ચિત શો છે, જેમાં ભાગ લેવા માટે સેલેબ્સ ઉત્સાહિત રહે છે. ઓક્ટોમ્બરથી ‘બિગ બોસ 16’ ની શરૂઆત થવા જઈ રહી છે, જેના કારણે કન્ટેસ્ટન્ટના નામોને લઈને અટકળો લગાવવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ સમયે શોમાં અનેક ફેમસ હસ્તીઓ ભાગ લેવાના છે અને આ નામોમાં એક પોપ્યુલર નામ એક્ટ્રેસ પ્રકૃતિ મિશ્રાનું છે. જે પોતાની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફને લઈને ખૂબ જ ચર્ચામાં રહે છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, આ જ કારણ છે કે, તેની પાસે બિગ બોસની ઓફર આવી છે અને તેણે આના માટે હા પણ કહી દીધું છે. ચાલો સૌથી પહેલા જાણીએ કે, અંતે પ્રકૃતિ મિશ્રા કોણ છે?

કોણ છે પ્રકૃતિ મિશ્રા?

પ્રકૃતિ મિશ્રા એક ઉડિયા એક્ટ્રેસ છે, પણ તે હિન્દી સીરિયલમાં પણ કામ કરી ચૂકી છે, તેણે ‘બીટ્ટી બિઝનેસવાળી’ શોથી નોટીસ કરવામાં આવ્યું હતું. ચાઈલ્ડ એક્ટ્રેસ તરીકે તેણે ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યો હતો, ત્યાર બાદ તે અનેક ફિલ્મો અને ટીવી શોનો ભાગ બની ચૂકી છે. આ તો હતી તેના પ્રોફેશનલ લાઈફની વાત.જો તેના પર્સનલ લાઈફની વાત કરવામાં આવે તો, તે હજુ વધારે ઈન્ટરેસ્ટીંગ રહી છે. કેમ કે, તે વિવાદોથી ભરેલી છે. જો તેના લેટેસ્ટ વિવાદની વાત કરવામાં આવે, તો જુલાઈ 2022મા તેનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, ભુવનેશ્વરમાં એક્ટ્રેસ પ્રકૃતિ સાથે રસ્તા પર મારપીટ કરવામાં આવી. તેમજ, આ મામલો આ કારણે પણ ચર્ચામાં રહ્યો હતો. કેમ કે, તેને માર મારનાર બીજુ કોઈ નહીં પણ તેના કો-એક્ટર બાબૂશાન મોહંતીની પત્ની છે.

વીડિયો થયો હતો વાયરલ

આ વીડિયો તે સમયે ખૂબ જ વાયરલ થયો હતો. મોહંતીની પત્નીને પ્રકૃતિ અને તેના પતિના અફેરની જાણ થઇ ગઈ હતી, ત્યાર બાદ રસ્તા પર આ પૂરો ડ્રામો થયો હતો. આ ઉપરાંત, પણ પ્રકૃતિ એક વીડિયો લીકને લઈને ચર્ચામાં આવી ગઈ હતી. હવે સમાચાર છે કે, તે ‘બિગ બોસ 16’માં કન્ટેસ્ટન્ટ તરીકે ભાગ લેવા જઈ રહી છે. જલદી જ શો શરૂ થવાનો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/