fbpx
બોલિવૂડ

મને હિન્દી ફિલ્મોનું કન્ટેન્ટ જાેઈ ચિંતા થાય છે : પંકજ ત્રિપાઠી

દમદાર એક્ટર ગણાતા પંકજ ત્રિપાઠીએ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી દ્વારા અપાતા કન્ટેન્ટના સ્તર અંગે ચિંતા વ્યક્ત કરી છે. પાછલા બે દાયકાથી ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા પંકજનું માનવું છે કે, બોલિવૂડની ફિલ્મોએ રાઈટર્સને વધારે મહત્ત્વ આપવું જાેઈએ. તાજેતરમાં રિલીઝ થયેલી હિન્દી ફિલ્મોના ધબડકા અંગે વાત કરતા પંકજે પોતાનો ઓપિનિયન શેર કરતાં કહ્યું હતું કે, નિશ્ચિત કારણો અંગે વાત કરવું અઘરું છે, પરંતુ મેઈન સ્ટ્રીમ હિન્દી સિનેમાનું કન્ટેન્ટ જાેઈને ચિંતા થાય છે. લખનઉમાં મિરઝાપુર ૩ના શૂટિંગ દરમિયાન પંકજ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, આ માત્ર તેમનું અનુમાન છે, પરંતુ તેના માટે કેટલાક કારણો આપી શકાય. પાછલા ૧૫ વર્ષ દરમિયાન મારી વાત કરું તો, હું મલયાલમ ફિલ્મો જાેઉ છું અને ક્યારેક બંગાળી ફિલ્મો પણ ગમે છે. જાે કે મેઈનસ્ટ્રીમ હિન્દી સિનેમાની કેટલીક ફિલ્મો જ જાેઉ છું. કોરોના મહામારી દરમિયાન ઓટીટીનો વિકલ્પ મળ્યો હોવાથી ઓડિયન્સની ચોઈસ બદલાઈ હોય તેવું બની શકે.

આ પ્લેટફોર્મ્સ પર દુનિયાભરની સ્ટોરી જાેવા મળે છે અને તેના કારણે ઓડિયન્સનો ટેસ્ટ ઈમ્પ્રુવ થયો હોય તેવું બને. અગાઉની વાત કરીએ તો ઓડિયન્સ પાસે વિકલ્પ ઓછા હતા. મોટાભાગના સ્ક્રિન પર એક જ ફિલ્મ ચાલતી હોય અને ઓડિયન્સે તેને જ જાેવી પડતી. પાછલા કેટલાક સમયથી સાઉથની વાત થઈ રહી છે. એક રિપોર્ટ મુજબ ૧૦૦ ફિલ્મ બની હતી અને તેમાંથી માંડ ૩-૪ ચાલી છે. હિન્દી મેઈન સ્ટ્રીમ સિનેમામાં કન્ટેન્ટ, રાઈટિંગ પર ઘણી વાર જે રીતે કામ થાય છે, તે જાેઈને હંમેશા ચિંતા થતી હોવાનું પંકજે કહ્યું હતું. ફિલ્મના કુલ બજેટમાંથી એક-બે ટકા રકમ રાઈટિંગ માટે ખર્ચવી જાેઈએ તેવું પંકજ ત્રિપાઠીનું માનવું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/