fbpx
બોલિવૂડ

વિક્રમ વેધા માટે સૈફ-હૃતિકથી માંડી રાધિકા સુધીના સ્ટાર્સને કરોડોની મળી છે ફી?…

રણબીર કપૂર અને આલિયા ભટ્ટની બિગ બજેટ ફિલ્મ બ્રહ્માસ્ત્ર પછી એક મોટા બજેટની ફિલ્મ થિયેટર્સમાં રિલીઝ થવા જઈ રહી છે. હૃતિક રોશન અને સૈફ અલી ખાન સ્ટારર ફિલ્મ વિક્રમ વેધાને લઈને ફેન્સમાં ઘણો ઉત્સાહ પણ જાેવા મળી રહ્યો છે. આ ફિલ્મ ૩૦ સપ્ટેમ્બરના રોજ રિલીઝ થવાની છે અને તેમાં હૃતિક રોશન વિલનના રોલમાં તો સૈફ અલી ખાન પોલીસ ઓફિસરના રોલમાં જાેવા મળશે. જાણો આ ફિલ્મના સ્ટાર્સને કેટલી ફી આપવામાં આવી છે. અને જેમાં હૃતિક રોશનની જાે વાત કરીએ તો.. બોલિવૂડ સુપરસ્ટાર હૃતિક રોશન લાંબા સમય પછી વિક્રમ વેધા ફિલ્મથી સિલ્વર સ્ક્રિન પર વાપસી કરી રહ્યો છે. આ જ કારણ છે કે તેના ઘણા ફેન્સ આ ફિલ્મની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. આ ફિલ્મના ટ્રેલરમાં હૃતિકની એક્ટિંગને ઘણી પસંદ કરવામાં આવી છે. બોલિવૂડ લાઈફના રિપોર્ટ પ્રમાણે, હૃતિકે આ ફિલ્મ માટે ૫૦ કરોડની ફી લીધી છે. અને સૈફ અલી ખાનની જાે વાત કરીએ તો આ ફિલ્મમાં એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટની ભૂમિકા નિભાવી રહેલા સૈફ અલી ખાનને પણ ફેન્સ પસંદ કરી રહ્યા છે. હૃતિકની સાથે જ તે આ ફિલ્મના લીડ રોલમાં જાેવા મળશે. સૈફ આ પહેલા સેક્રેડ ગેમ્સમાં પણ એક પંજાબી પોલીસવાળાની ભૂમિકા નિભાવી ચૂક્યો છે. રિપોર્ટ્‌સના અનુસાર, તેને આ ફિલ્મ માટે ૧૨ કરોડ રૂપિયા લીધા છે.

અને રાધિકા આપ્ટેની જાે વાત કરીએ તો એક સમયે નેટફ્લિક્સની ફિલ્મોમાં પોતાનો દબદબો રાખનારી એક્ટ્રેસ રાધિકા આપ્ટે આ ફિલ્મમાં સૈફ અલી ખાનની લવ ઈન્ટરેસ્ટની ભૂમિકા નિભાવી છે. રિપોર્ટ્‌સના અનુસાર, તેને આ ફિલ્મમાં રોલ માટે ૩ કરોડની ફી મળી છે. અને રોહિત સર્રાફની જાે વાત કરીએ તો પ્રિયંકા ચોપરા અને ફરહાન અખ્તર જેવા સ્ટાર્સની સાથે કામ કરી ચૂકેલ એક્ટર રોહિત સર્રાફને લઈને કહેવામાં આવી રહ્યું છે કે તે આ ફિલ્મમાં હૃતિકના નાનાં ભાઈનો રોલ નિભાવી રહ્યો છે. રિપોર્ટ્‌સના અનુસાર, તેને આ ફિલ્મ માટે ૧ કરોડની અમાઉન્ટ મળી છે. અને શારીબ હાશમીની જાે વાત કરીએ તો મનોજ બાજપેયીની સાથે વેબ સિરીઝ ફેમિલી મેન દ્વારા લોકપ્રિયતા પ્રાપ્ત કરનાર હાશમી પોતાના સાઈડ રોલ્સના કારણે ચર્ચામાં આવ્યો છે. તેને આ ફિલ્મ માટે ૫૦ લાખ રૂપિયા મળ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/