fbpx
બોલિવૂડ

ફેમસ કોમેડિયન સંજય મિશ્રાના જન્મદિવસે જાણો રસપ્રદ વાતો

બિહારના દરભંગામાં જન્મેલ ફેમસ કોમેડિયન સંજય મિશ્રા આજે એટલે ૬ ઓક્ટોબરે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. એમણે પોતાના કરિયરમાં એવી ઘણી ભૂમિકા ભજવી છે જેણે ફેન્સના દિલો પર છાપ છોડી છે. એમની ખતરનાક કોમિક ટાઈમિંગનો કોઈ મેળ નથી. કરિયરની વચ્ચે જ સંજયે એક્ટિંગને અલવિદા કહી દીધું હતું અને તેઓ ઉત્તરાખંડના ઋષિકેશમાં એક ઢાબા પર કામ કરવા લાગ્યા હતા. કહેવાય છે કે સંજય પોતાના પિતાના ખુબ નજીક હતા. જયારે તેમના પિતાની મોત થઇ ત્યારે તેમને ખુબ મોટો ઝાટકો લાગ્યો હતો કે એમણે એક્ટિંગ છોડવાનો ર્નિણય લઇ લીધો. એક ઇન્ટરવ્યૂ દરમિયાન સંજયે પોતાના પિતા અને પોતાના જીવન સાથે જાેડાયેલી કેટલીક વાતો કહી હતી.

એમણે કહ્યું હતું કે, એક એવો અફસોસ જેને તેઓ ક્યારે નહિ ભૂલી શકે. એક ઈન્ટરવ્યુ દરમિયાન સંજયે કહ્યું હતું કે તેમના જીવનમાં એક એવો સમય આવ્યો હતો જ્યારે તે ખરાબ રીતે તૂટી ગયો હતો. પછી તેણે દિલથી એક્ટિંગ છોડવાનું મન બનાવી લીધું અને તેણે ઢાબામાં રસોઈ બનાવવાનું શરૂ કર્યું. આ બધા પાછળનું કારણ તેમના જીવનમાંથી તેમના પિતાનું જતું રહેવું હતું. સંજય મિશ્રાએ પોતે ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે તેમના પિતાના અવસાન પછી જાણે તેમના જીવનમાં બધું જ ખતમ થઈ ગયું હતું. તેમને તેમના પિતા સાથે ખૂબ લગાવ હતો અને તેમના જવાથી સંજયને ખૂબ જ આઘાત લાગ્યો હતો. આ પછી તેમણે અભિનયને અલવિદા કહેવાનું મન બનાવી લીધું અને ઋષિકેશના એક ઢાબા પર રસોઈ બનાવવાનું શરૂ કર્યું. અહીં વિચારવા જેવી વાત એ છે કે આખરે સંજય મિશ્રા ઢાબામાં કામ કરીને અભિનયની દુનિયામાં કેવી રીતે પાછા ફર્યા. આખરે શું થયું હશે? તો તમને જણાવી દઈએ કે જાે ડાયરેક્ટર રોહિત શેટ્ટી ના હોત તો કદાચ આજે કોમેડીના બાદશાહ સંજય મિશ્રા એક્ટિંગની દુનિયાથી દૂર થઈ ગયા હોત.

રોહિત શેટ્ટી અને સંજય મિશ્રાએ ગોલમાલ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. તે દરમિયાન રોહિત તેની બીજી ફિલ્મ ઓલ ધ બેસ્ટ પર કામ કરી રહ્યો હતો. પછી તેણે સંજય મિશ્રા વિશે વિચાર્યું અને તેના પાત્રને સ્ક્રિપ્ટમાં સ્થાન આપવામાં આવ્યું. સાંભળ્યું છે કે સંજય મિશ્રા અભિનયની આ નગરીમાં પાછા ફરવા માંગતા ન હતા. પરંતુ રોહિતે તેમને કોઈક રીતે મનાવી લીધા અને તેમને એક્ટિંગ લાઈનમાં પાછા લાવ્યા.  તમને જણાવી દઈએ કે આ પછી સંજય મિશ્રાએ ક્યારેય પાછું વળીને જાેયું નથી. રોહિત શેટ્ટીએ તેમનું આખું જીવન આ રીતે બદલી નાખ્યું હતું. પિતાના મૃત્યુના આઘાતમાંથી બહાર આવીને સંજય મિશ્રાના અભિનયની ગાડીને ફરી એક વાર ટ્રેક મળ્યો. આ પછી તેઓ ફિલ્મ ઓલ ધ બેસ્ટમાં જાેવા મળ્યા. જીવનના આ મહત્વપૂર્ણ તબક્કે, ફિલ્મમાં તેમના પાત્રને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો. પોતાની કોમિક સ્ટાઈલથી બધાને હસાવનાર સંજયે આગળ ‘કડવી હવા’ અને ‘અનારકલી ઓફ અરહ’ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો અને ફરીથી પોતાના અભિનયથી લોકોને દિવાના બનાવ્યા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/