fbpx
બોલિવૂડ

તારક મહેતા શોમાં દિશા વાકાણીની વાપસીની શૈલેશ લોઢાએ આપી મોટી હિંટ!

તાજેતરમાં જ એવી ખબરો ચર્ચામાં હતી કે સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દિવાળીની આસપાસ દયાબેનની વાપસી થવા જઇ રહી છે. આ સાથે જ તે પણ સાંભળવા મળ્યું હતું કે મેકર્સે ફરીથી દિશા વાકાણીને અપ્રોચ કરી છે. આ સમાચારમાં કેટલી હકીકત છે તે તો હાલ જાણી શકાયું નથી. પરંતુ શૉમાં તારક મહેતાનો રોલ કરી ચુકેલા શેલેષ લોઢાની નવી ઇન્સ્ટા પોસ્ટે મોટી હિંટ આપી છે. શૈલેશ લોઢા ઇન્સ્ટા પર ઘણી વખત શાયરી લખતા રહે છે. તેમની પોસ્ટની લાઇનોને ફેન્સ અસિત મોદી પર સીધો કટાક્ષ માની રહ્યાં છે. જાે કે શૈલેશે ક્યારેય પોસ્ટમાં ખુલીને કંઇ કહ્યું નથી પરંતુ તેની આડકતરી ભાષામાં લખેલી પોસ્ટ જાેઇને ફેન્સ એક્ટરની વાતો સમજવાનો દાવો જરૂર કરે છે. ચાલો જાણીએ શૈલેશ લોઢાએ નવી ઇન્સ્ટા પોસ્ટમાં એવું તો શું લખ્યું છે કે જેથી દિશા વાકાણી શૉમાં ક્યારેય વાપસી નહીં કરે તેવો સ્પષ્ટ સંકેત સમજવામાં આવી રહ્યો છે.

આ શાયરીની છેલ્લી લાઇન જ છે જે ઘણુ બધુ કહી જાય છે, જ્યાં એક્ટર અને કવિ શૈલેશે કહ્યું કે, જેણે પણ તેને છોડ્યું, પાછુ વળીને નથી જાેયુ. સોશિયલ મીડિયા યુઝર્સનું માનવુ છે કે આ વાત અસિત મોદી પર જાેરદાર કટાક્ષ છે. કારણ કે પાછલા થોડા સમયમાં ઘણા એક્ટર્સે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉ છોડી દીધો છે. જેણે પણ શૉ છોડ્યો છે, તેમાંથી કોઇ પરત આવ્યું નથી. શૈલેશ પણ શૉ છોડી ચુક્યા છે અને તેના કમબેકની પણ અટકળો હતી, પરંતુ શૈલેશ પરત ન ફર્યા. તેના સ્થાને સચિન શ્રોફને કાસ્ટ કરવામાં આવ્યો. નવા તારક મહેતા શૉમાં આવ્યા છે.

તેવામાં હવે લોકો દયાબેનની વાપસીની રાહ જાેઇ રહ્યાં છે. યુઝર્સ શૈલેશની પોસ્ટથી કન્ફર્મ માની રહ્યા છે કે દિશા વાકાણી વાપસી નહી કરે. જણાવી દઇએ કે, દિશા વાકાણી પાછલા ૩ વર્ષથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાંથી ગાયબ છે. તે મેટરનીટી લીવ પર હતી, તે બાદથી તે હજુ સુધી પરત ફરી નથી. પ્રથમ બાળકના ઉછેર માટે શૉમાંથી બ્રેક પર ગયેલી દિશા વાકાણી હવે બીજા બાળકની મા બની ચુકી છે. આજે પણ ફેન્સ તેની વાપસીની રાહ જાેઇ રહ્યાં છે. અસિત મોદી પણ કહે છે કે દિશા વાકાણી પરત ફરશે તો તે બેસ્ટ હશે. જાે કે તેઓ એમ પણ કહે છે કે અમે નવી દયાબેનની તલાશ કરી રહ્યાં છીએ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/