fbpx
બોલિવૂડ

બોલિવૂડના સુપ્રસિદ્ધ અભિનેતા અમિતાભ બચ્ચનના જન્મદિવસે જાણો રસપ્રદ વાતો…

પાંચ દાયકાથી વધુ સમયથી દર્શકોનું મનોરંજન કરી રહેલા અમિતાભ બચ્ચનની કારકિર્દી અનેક ઉતાર-ચઢાવ થી ભરપૂર રહી છે. સ્ટારડમની ટોચ પર હોવાથી લઈને ઇન્ડસ્ટ્રીમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટેના સંઘર્ષને જાેવા સુધી, સુપ્રસિદ્ધ અભિનેતાએ તેના જીવનમાં તે બધું જાેયું છે. કુલીના સેટ પર મૃત્યુ સાથે ટક્કર હોય, તેમની કારકિર્દીમાં અસફળતા હોય કે પછી એબીસીએલની હાર હોય, બિગ બીને અનેક વખત નિરાશાનો સામનો કરવો પડ્યો છે. પરંતુ ફિનિક્સની જેમ પીઢ અભિનેતા દરેક વખતે મુશ્કેલીઓનો દ્રઢતાથી સામનો કરી ઉભરી આવ્યા છે અને મજબૂત બન્યા છે. તો ચાલો આજે અમિતાભ બચ્ચનના જન્મદિવસ પર અહીં તેમના લાંબા અને ઘટનાસભર જીવન દરમિયાન તેમણે જે પડકારોનો સામનો કરવો પડ્યો હતો તેના પર એક નજર કરીએ. અમિતાભ બચ્ચને વિદ્યાર્થીકાળમાં અભિનયની શરૂઆત કરી હતી અને કોલેજના નાટકોમાં ભાગ લીધો હતો. ૧૯૬૦ના દશકની શરૂઆતમાં એક પ્રતિષ્ઠિત મેગેઝિને ટેલેન્ટ હન્ટ કોન્ટેસ્ટની શરૂઆત કરી હતી. જેણે અભિનેતા રાજેશ ખન્નાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશવામાં મદદ કરી હતી.

અજિતાભ (તેમના નાના ભાઈ)એ અમિતાભ માટે ફોર્મ ભર્યું અને પછીના વર્ષે તેમની મુંબઈ મોકલવાની વ્યવસ્થા કરી. કમનસીબે અમિતાભ બચ્ચન ટેલેન્ટ હન્ટમાં સિલેક્ટ થવામાં નિષ્ફળ રહ્યા હતા. બિગ બીએ કોન્ટેસ્ટમાંથી બહાર થયા બાદ ઘણી નિરાશાઓનો સામનો કર્યો હતો. આશ્ચર્યની વાત તો એ છે કે અમિતાભ કે જેઓ આજે પોતાના બેરિટોન અવાજ માટે જાણીતા છે, તેમને એક સમયે ઓલ ઇન્ડિયા રેડિયોએ પણ રીજેક્ટ કર્યા હતા. અમિતાભ બચ્ચને સીધી ૧૨ ફ્લોપ ફિલ્મો આપી હતી. જે પછી તેમની કારકિર્દીનો લગભગ અંત આવી ગયો હતો. જાે કે ફિલ્મ જંજીરે તેમને બોલીવૂડના એન્ગ્રી યંગ મેન તરીકે ફેમસ કરી દીધા હતા અને ત્યાર બાદ તેમણે પાછું વળીને જાેયું નહોતું. અમિતાભ બચ્ચનને તેમની ૧૯૮૩માં આવેલી ફિલ્મ કુલીના શૂટિંગ દરમિયાન ગંભીર ઈજાઓ પહોંચી હતી. મૂવીના એક સ્ટંટના પરિણામે તેઓ સ્પ્લેનિક ક્રેકમાંથી પસાર થયા હતા. અભિનેતાને આ સ્ટન્ટમાં એક ટેબલ પરથી કૂદીને નીચે જમીન પર પડવાનું હતું. પરંતુ આ તેઓ યોગ્ય રીતે જમીન પર પડી શક્યા નહીં અને અને ટેબલનો ખૂણો તેના પેટ પર અથડાયો હતો. બિગ બીને થયેલી ઈજાને કારણે ઘણું લોહી વહી ગયું હતું, જેના કારણે તાત્કાલિક સ્પ્લેનેક્ટોમીની જરૂર પડી હતી.

કેટલાય મહિનાઓ સુધી તેમની હાલત ગંભીર રહી હતી. આખરે તેઓ સ્વસ્થ થઈ ગયા અને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પણ થઇ ગયા. પરંતુ તેમના સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓનો અંત નહોતો આવ્યો. હોસ્પિટલમાં હતા ત્યારે પીઢ અભિનેતાને હેપેટાઇટિસ બી વાઇરસનો ચેપ લાગ્યો હતો, જેણે ઘણાં વર્ષો બાદ લક્ષણો દેખાવાનું શરૂ કર્યું હતું. અમિતાભ બચ્ચનને ગંભીર હાલતમાં ૨૦૦ ડોનર્સ તરફથી ૬૦ બોટલ લોહી આપવામાં આવ્યું હતું. આમાંના એક બ્લડ ઇન્ફ્યુઝન દરમિયાન હિપેટાઇટિસ બી વાયરસ તેમના શરીરમાં પ્રવેશ્યો હતો અને ડોર્મન્ટ રહ્યો હતો. વર્ષ ૨૦૦૦માં નિયમિત શારીરિક તપાસમાં તેમના ૭૫ ટકા યકૃતને નુકસાન થયું હોવાનું બહાર આવ્યું, ત્યાં સુધી તે આ વાતથી અજાણ હતા. ટીટોટલર હોવાના કારણે તેમને યકૃત સિરોસિસ હતો. ફિલ્મ કુલીની આ ઘટના બાદ તરત જ અમિતાભ બચ્ચનને માયસ્થેનિયા ગ્રેવિસ હોવાનું પણ નિદાન થયું હતું. જે ક્રોનિક ઓટોઇમ્યુન ન્યૂરોમસ્ક્યુલર કન્ડિશન હતી. આ બીમારીને કારણે દાંત સાફ કરવા અથવા ચાલવા જેવી સૌથી સામાન્ય દૈનિક પ્રવૃત્તિઓ પણ અશક્ય બની ગઈ હતી.

તબીબી સહાય અને દવાઓ સાથે તે સ્વસ્થ થઈ ગયા, પરંતુ બીમારીનો ઉથલો મારવાનું જાેખમ હજી પણ યથાવત હતું. મેગાસ્ટારે સ્થાપેલી પ્રોડક્શન ફર્મ અમિતાભ બચ્ચન કોર્પોરેશન, લિમિટેડ (એબીસીએલ)એ ક્યારેય ઉડાન ભરી શકી નહોતી. આ બિઝનેસને પ્રોડક્શન, ડિસ્ટ્રિબ્યુશન અને ઇવેન્ટ મેનેજમેન્ટ પાવરહાઉસ તરીકે કામ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું હતું. કંપનીનું પ્રથમ પ્રોડક્શન ‘તેરે મેરે સપને’ને થોડી સફળતા મળી હતી. જાે કે, એબીસીએલ દ્વારા આયોજિત ૧૯૯૬ની મિસ વર્લ્ડ સ્પર્ધા સંપૂર્ણપણે નિષ્ફળ રહી હતી. કંપની માટે ઘણા બધા ઊંચા પગારવાળા વ્યક્તિઓ કામ કરતા હતા. પરંતુ બિઝનેસને ધારી સફળતા નહોતી મળી. જેથી આખરે ૧૯૯૭માં ફર્મને બંધ કરવાની ફરજ પડી હતી.

અમિતાભ બચ્ચન પર એટલા બધા પૈસાનું દેવું હતું કે એક તબક્કે તેઓ પોતાનું દેવું ચૂકતે કરવા માટે પોતાના જુહુના નિવાસસ્થાન પ્રતિક્ષા અને બે ફ્લેટ વેચવાનું વિચારી રહ્યા હતા. જુલાઈ ૨૦૨૦માં અમિતાભ બચ્ચન અને તેમના પુત્ર અભિષેક કોવિડ -૧૯ પોઝીટિવ હોવાના સમાચાર સામે આવ્યા હતા. અમિતાભ ૭૭ વર્ષની ઉંમરે હાઈ રિસ્ક પેશન્ટ હતા. તેમને મુંબઇની નાણાવટી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં મેડિકલ પ્રોફેશનલ્સની ટીમે તેમની સંભાળ લીધી હતી. સદ્ભાગ્યે બચ્ચન પરિવાર સ્વસ્થ થઈ ગયો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/