fbpx
બોલિવૂડ

અભિનેતા શરદ કેલકરની ફિલ્મ ‘હર હર મહાદેવ’નું ટ્રેલર થયું લોન્ચ

અભિનેતા શરદ કેલકરની મચ અવેટેડ ફિલ્મ ‘હર હર મહાદેવ’નું શાનદાર ટ્રેલર આજે મેકર્સ દ્વારા રજૂ કરવામાં આવ્યુ છે. ઝી સ્ટુડિયો દ્વારા નિર્મિત અને અભિજિત દેશપાંડે દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં શરદ કેલકરે છત્રપતિ શિવાજી મહારાજના સેનાપતિ બાજી પ્રભુ દેશપાંડેનું પાત્ર નિભાવ્યુ છે. જે શિવાજી મહારાજનાં સ્વરાજ્યના સપનાંને સાકાર કરવા માંગે છે. ટ્રેલર જાેઈને કદાચ તમારા પણ રૂંવાડા ઉભા થઈ જશે. ટ્રેલરમાં ફિલ્મનાં તમામ કાસ્ટે તેમના પાત્રનો ખૂબ જ સુંદર રીતે પરિચય આપ્યો છે, જે જાેવામાં ખૂબ જ શાનદાર અને જાેશથી ભરી દેનારુ છે. શરદ કેલકરની આ ફિલ્મમાં સુબોધ ભાવે શિવાજી મહારાજની ભૂમિકામાં જાેવા મળશે. આ સાથે જ અમૃતા ખાનવિલકર અને સાયલી સંજીવ મુખ્ય ભૂમિકામાં છે. તમને જણાવી દઈએ કે, ‘હર હર મહાદેવ’ ભલે મૂળ મરાઠીમાં છે પણ આ એક પહેલી મરાઠી ફિલ્મ પણ છે જે હિન્દી, તમિલ, તેલુગુ અને કન્નડ ભાષામાં એક સાથે રિલીઝ થવા માટે તૈયાર છે. આ ફિલ્મ ૨૫ ઓક્ટોબર ૨૦૨૨ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. હવે ટ્રેલરની વાત કરીએ તો, ટ્રેલર ખૂબ જ શાનદાર છે.

તેનાથી દર્શકોની વચ્ચે છત્રપતિ શિવાજી મહારાજની વાર્તાને જાેવા માટે એક અલગ જ ઉત્સુકતા વધી રહી છે. રૂંવાડા ઉભા કરી દે તેવા આ ટ્રેલરને જાેઈને ફિલ્મનાં ચાહકો ખૂબ જ ખુશ છે. ટ્રેલરમાં પણ છત્રપતિ શિવાજી મહારાજની પ્રેરક વાર્તાને જે પ્રકારે રજૂ કરવામાં આવી છે તે ખરેખર કાબિલે તારીફ છે. ટ્રેલરમાં એક રિયલ લડાઈને ખૂબ જ મજબૂત અને પ્રેરણાદાયક રીતે બતાવવામાં આવી છે. જેનું નેતૃત્વ બાજી પ્રભુએ કર્યુ છે, જ્યાં ફક્ત ૩૦૦ સૈનિકોએ ૧૨૦૦૦ દુશ્મન સેનાની સામે લડાઈ લડી અને જીત હાંસલ કરી હતી. આ જીત માટે તેમણે પોતાના જીવને જાેખમમાં મૂકવા પણ તૈયાર હતાં. આ યુદ્ધમાં તેમણે પોતાની સાથે સૈનિકોના જીવનનું પણ બલિદાન આપવું પડ્યુ હતું. આ પૂરા ટ્રેલરમાં શરદ કેલકર પોતાના દમદાર અવાજથી બાંધી રાખે છે. ત્યારે તેમની એક્ટિંગ અને ડાયલોગ ડિલીવરી પણ જાેરદાર છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/