fbpx
બોલિવૂડ

ગુજરાતી ફિલ્મ ‘દિવાસ્વપ્ન’ છાત્રોને બતાવવા શિક્ષણ વિભાગે કરી ભલામણ

રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ૫૫ એવોર્ડ મેળવનારી ગુજરાતી ફિલ્મ દિવાસ્વપ્ન હવે વિદ્યાર્થીઓને દેખાડવાનો ર્નિણય લેવાયો છે. શિક્ષણ બોર્ડે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને પરિપત્ર કરી શાળાઓના વિદ્યાર્થીઓને આ ફિલ્મ દેખાડવા માટે સૂચના આપી છે. આ ફિલ્મમાં શિક્ષણને લગતા મહત્ત્વના પાસાને આવરી લેવામાં આવ્યા છે, ઉપરાંત પ્રાકૃતિક ખેતી સહિતના વિષયનો સમાવેશ કરાયો છે. શિક્ષણ માટેના પડકારો અને તેના ઉપાયો પણ ફિલ્મમાં વણી લેવામાં આવ્યા હોઈ વિદ્યાર્થીઓ ફિલ્મ જુએ તે માટે અધિકારીઓને સૂચના આપી છે. જાણીતા શિક્ષણવિદ ગિજુભાઈ બધેકાના પુસ્તક દિવાસ્વપ્ન પરથી બનેલી ગુજરાતી ફિલ્મ દિવાસ્વપ્ન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અનેક નામના મેળવી છે. આ ફિલ્મ રિલીઝ પહેલા જ સફળતાના શિખરો પર પહોંચી હતી અને રિલીઝ પછી પણ તેની સફળતા યથાવત રહી હતી. આ ફિલ્મે ૫૫ જેટલા એવોર્ડ મેળવ્યા છે અને ૩૫ જેટલા નોમિનેશન મેળવ્યા છે.

આ ફિલ્મમાં શિક્ષણમાં વર્તમાન સમયની સમસ્યાઓને અનુરૂપ મેસેજ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ઉપરાંત ફિલ્મમાં ભાર વિનાના ભણતરની સાથે એક શિક્ષકનો વિદ્યાર્થીના જીવનમાં શું રોલ હોય છે અને તે તેના જીવનમાં શું પરિવર્તન લાવી શકે છે તે પણ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે. પ્રાકૃતિક ખેતી જેવા વિષયનો આજના સમયમાં શું મહત્ત્વ છે તે પણ સારી રીતે ફિલ્મમાં વણી લેવામાં આવ્યું છે. શિક્ષણ માટે કયા પડકારો છે અને તેનું સમાધાન કેવી રીતે કરી શકાય તે મુદ્દાને પણ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યા છે. આ ગુજરાતી ફિલ્મ દિવાસ્વપ્ન નિહાળવા માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તેમના તાબાના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને પરિપત્ર કર્યો છે. જેમાં શિક્ષણ બોર્ડની માન્યતા પ્રાપ્ત તમામ શાળાઓમાં ફિલ્મ નિહાળવા બાબતે યોગ્ય કાર્યવાહી કરવા માટે સૂચના આપી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/