fbpx
બોલિવૂડ

તારક મહેતામાં દિલીપ જાેશીના કારણે આ એક્ટ્રેસની થઈ એન્ટ્રી, આ કિસ્સો વિષે જાણો

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દર્શકોની ફેવરેટ કોમેડી શો છે. બધાને લાંબા સમયથી હસાવી રહેલ આ શો પોતાના પાત્રોના કારણે હંમેશાથી મજબૂત જાેવા મળે છે. શોમાં આવું જ પાત્ર છે બબીતાજીનું. જેને મુનમુન દત્તા પ્લે કરે છે. બબીતાના રોલમાં મુનમુને પોતાને એવી રીતે ઢાળી લીધી છે કે હવે ફેન્સ તેને તેના સાચા નામથી ઓછા અને બબીતાજીના નામથી વધારે ઓળખે છે. પરંતુ શું તમે જાણો છે કે તારક મહેતા શોમાં બબીતાની એન્ટ્રી કેવી રીતે થઈ હતી? તમને એ જાણીને આશ્વર્ય થશે કે જે જેઠાલાલ શોમાં બબીતાજીની સાથે ફ્લર્ટ કરતા રહે છે. હકીકતમાં તેમના જ કારણે શોમાં બબીતાવાળું પાત્ર આવી શક્યું છે. જણાવાઈ રહ્યું છે કે દિલીપ જાેશીના કહેવા પર મેકર્સે તારક મહેતામાં મુનમુનને કાસ્ટ કરવાનો ર્નિણય કર્યો હતો. દિલીપ હંમેશાથી માને છે કે મુનમુન એક શાનદાર અભિનેત્રી છે, જેને સતત તક મળવી જરૂરી છે. આમ તો જેઠાલાલ અને બબીતાની જાેડી ૧૬ વર્ષ પહેલાં એક શોમાં સાથે જાેવા મળ્યા હતા. તે સીરિય હતી હમ સબ બારાતી. તે કોમેડી શોમાં દિલીપ નાથુના રોલમાં હતા.

તો મુનમુને મીઠીનો રોલ કર્યો હતો. તે સફળ શો પછી દિલીપના કહેવા પર મુનમુનને તારક મહેતામાં લેવાનો ર્નિણય કરવામાં આવ્યો. હવે જ્યારે આ શોને આટલા વર્ષ થઈ ચૂક્યા છે. ત્યારે એ કહેવું ખોટું નહીં હોય કે મુનમુને બબીતાના રોલની સાથે સંપૂર્ણ ન્યાય કર્યો છે. શોની વાત કરીએ તો જેઠાલાલ અને બબીતાજીની ખાટી-મીઠી તકરાર લોકોને ઘણી પસંદ છે. એકબાજુ જેઠાલાલ તેમના પર લટ્ટુ થતા રહે છે. તો બીજી બાજુ બબીતાજી પણ તેમની સાથે મસ્તી કરતી જાેવા મળે છે. પરંતુ જે મસ્તી શોમાં જાેવા મળે છે. વાસ્તવિક જીવનમાં તે સન્માનમાં બદલાઈ જાય છે. મુનમુન જણાવે છે કે ઓફ કેમેરા દિલીપ જાેશીને હંમેશા સર કહીને સંબોધિત કરે છે. તે કલાકાર દિલીપનું ઘણું સન્માન કરે છે. મુનમુન પુણેમાં રહીને મોડલિંગમાં પણ હાથ અજમાવતી હતી. મુનમુન શોમાં જેટલી સ્ટાઈલીશ જાેવા મળે છે. તેટલી જ સ્ટાઈલીશ વાસ્તવિક જીવનમાં પણ છે. પુણેમાં એક ફેશન શોમાં સફળતા મળ્યા પછી તેણે ૨૦૦૪માં મુંબઈ તરફ પ્રયાણ કર્યું. મુનમુન દત્તાએ મોટા પરદા પણ પોતાની એક્ટિંગનો જલવો વિખેર્યો છે.

મુનમુને ફિલ્મ મુંબઈ એક્સપ્રેસમાં હાસન અને મનીષા કોઈરાલા સાથે સ્ક્રીન શેર કરી. તે ઉપરાંત ૨૦૦૫માં આવેલી ફિલ્મ હોલિડેમાં પણ કામ કર્યું છે. આ ફિલ્મમાં તેની સાથે ડીનો મોરિયા અને ગુલશન ગ્રોવર પણ જાેવા મળ્યા હતા. આ ફિલ્મને પૂજા ભટ્ટે ડાયરેક્ટ કરી હતી. તે બાળ શિક્ષાનું સમર્થન કરે છે. એટલું જ નહીં તે પોતાના ઘરના કામમાં મદદ કરનારા લોકોની પુત્રીના અભ્યાસમાં મદદ કરે છે. તે સિવાય રસ્તા પર ફરતા શ્વાન એટલે સ્ટ્રીટ ડોગ માટે પણ કામ કરે છે. મુનમુન દત્તા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતાજીનો રોલ કરવા માટે દરેક એપિસોડના ૩૫થી ૫૦ હજાર રૂપિયા ચાર્જ કરે છે. મુનમુન દત્તા અત્યંત સરળ સ્વભાવની છે. તે પોતાના ફેન્સની સાથે પ્રેમથી મળે છે. ફેન્સને ઓટોગ્રાફ આપવાનો હોય કે સેલ્ફી લેવાની હોય. મુનમુન ક્યારેય ઈનકાર કરતી નથી. તે પોતાના ફેન્સને ક્યારેય નાખુશ કરતી નથી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/