fbpx
બોલિવૂડ

એલોન મસ્કે ટિ્‌વટરને ટેકઓવર પર કંગના રનૌતે આપી પ્રતિક્રિયા

ટેસ્લાના સીઈઓ એલન મસ્ક હવે માઇક્રો બ્લોગિંગ સાઇટ ટિ્‌વટરના નવા માલિક બની ગયા છે. ટિ્‌વટર ખરીદ્યા બાદ એલને કંપનીના સીઈઓ પરાગ અગ્રવાલને પણ સસ્પેન્ડ કરી દીધા છે. એલન મસ્ક ટિ્‌વટરના માલિક બનવાની સાથે બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત ખુબ ખુશ થઈ ગઈ છે. કંપનાએ સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરતા પોતાના ફેન્સના ઘણા ટ્‌વીટ શેર કર્યાં છે. ટિ્‌વટર પર કંગના પોતાના વિવાદિત નિવેદન અને ધાર્મિક-રાજકીય પોસ્ટને લઈને ચર્ચામાં રહી હતી. મહારાષ્ટ્ર સરકારની સાથે વિવાદોને લઈને પણ કંગના ખુબ હેડલાઇનમાં રહી હતી. ત્યારબાદ કંગનાનું ટિ્‌વટર એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું. કંગના રનૌતે સોશિયલ મીડિયા હેન્ડલ ઇન્સ્ટાગ્રામ પર પોતાની ખુશી જાહેર કરી છે.

અભિનેત્રીએ ટિ્‌વટરના નવા માલિક બનવા માટે એન મસ્ક માટે તાળીઓ પાડી પોતાના ફેન્સના ટ્‌વીટ શેર કર્યાં. કંગનાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોતાના એક ફેનના પોસ્ટને શેર કરી છે, જેમાં એલન મસ્કને અભિનેત્રીનું એકાઉન્ટ ફરી શરૂ કરવાની માંગ કરવામાં આવી છે. એક યૂઝરે લખ્યું- ફ્રીડમ ઓફ સ્પીચની ભાવનાની કદર કરતા આશા છે કે એલન મસ્ક કંગના રનૌતનું એકાઉન્ટ રીસ્ટોર કરશે. કંપનાએ વધુ એક ઈન્સ્ટા પોસ્ટ કરી છે, જેમાં પરાગ અગ્રવાલને હટાવવાના સમાચાર પર તાળીઓ પાડી રહી છે. નોંધનીય છે કે કંગના રનૌતનું ટિ્‌વટર એકાઉન્ટ પ્રતિબંધિત કરી દેવામાં આવ્યુ હતું. પાછલા વર્ષે મે મહિનામાં વિવાદાસ્પદ ટ્‌વીટને કારણે કંગનાના ટિ્‌વટર એકાઉન્ટને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું. વર્કફ્રંટની વાત કરીએ તો જલદી કંગના રનૌત ફિલ્મ ‘ઇમરજન્સી’માં ઈન્દિરા ગાંધીનું પાત્ર નિભાવતી જાેવા મળશે. આ સિવાય કંગના રનૌતની પાસે સીતા અને નટી બિનોદિની નામના બે પ્રોજેક્ટ્‌સ પણ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/