fbpx
બોલિવૂડ

વધુ ફોલોઅર્સ ધરાવતી સુપર મોડલે એલન મસ્કને કારણે છોડ્યુ ટિ્‌વટર ?!

દુનિયાના સૌથી અમીર શખ્સ એલન મસ્ક હવે ટવિટરના નવા બોસ બની ગયા છે. માઈક્રો બ્લોગિંગ વેબસાઈટને ટેકઓવર કરતા એલન મસ્કે અનેક નવા ર્નિણયો લીધા છે. જેનાથી માત્ર ભારતીય જાે નહિ, પરંતુ દુનિયાભરના સેલેબ્સને મોટો ઝટકો લાગ્યો છે. તેમના આવતા જ સૌથી પહેલા ભારતીય મૂળના સીઈઓ પરાગ અગ્રવાલને ટિ્‌વટરમાંથી કાઢવામાં આવ્યા હતા. અને દુનિયાભરના ટિ્‌વટર કર્મચારીઓની છટણી કરવામાં આવી છે.

આ સાથે જ તેઓને બ્લ્યૂ ટિક માટે દર મહિને ૮ ડોલર ચૂકવવાનો પણ ઓર્ડર કરાયો છે. એલન મસ્કના આ ર્નિણયથી અનેક સેલેબ્સ નારાજ થયા છે, જેઓ હવે ટિ્‌વટર છોડી રહ્યાં છે. જેમાં એક નામ છે સુપર મોડલ જીજી હદીદ. હાલમાં જ અમેરિકાની સુપર મોડલ જીજી હદીદ ઉર્ફે જેલેના નોરાએ ટિ્‌વટર પ્લેટફોર્મ છોડવાની જાહેરાત કરી છે. ટિ્‌વટર પર તેમના ૧ કરોડથી વધુ ફોલોઅર્સ હતા. જેઓને મોડલના આ ર્નિણયથી મોટો ઝટકો લાગ્યો છે.

જીજીએ આ માહિતી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આપી છે. પોતાના ટિ્‌વટર પ્રોફાઈલ પર સ્ક્રીન શોટ શેર કરીને જણાવ્યું કે, તેઓએ પોતાનું હેન્ડલ ડિએક્ટિવ કર્યું છે. તેની સાથે જ તેમણે કેપ્શનમાં ટિ્‌વટર છોડવાનું કારણ પણ જણાવ્યું. તેણે કહ્યું કે, હવે પ્લેટફોર્મ સુરક્ષિત રહ્યુ નથી. જીજીએ એલન વિશે લખ્યું કે, ટિ્‌વટર હવે એ જગ્યા નથી રહી, જેનો હું ભાગ બનવા ઈચ્છીશ. આ પ્લેટફોર્મ પર નફરત અને કટ્ટરતા ફેલાઈ રહી છે. આ સાથે જ જીજીએ માનવાધિકાર વકીલ શૈનન રાજ સિંહની ટ્‌વીટને ટેક દિગ્ગજ સાથે અલગ કરવા વિશે પણ કહ્યું. શૈનને પોસ્ટમાં લખ્યું કે, કાલે ટિ્‌વટર પર મારો અંતિમ દિવસ હતો. આખી માનવાધિકાર ટીમને કંપનીથી અલગ કરી દેવાઈ છે.

મને લાગે છે કે તેમની રક્ષા માટે વેપાર અને માનવાધિકારના સંયુક્ત રાષ્ટ્રના માર્ગદર્શક સિદ્ધાંતોને લાગુ કરવા મટે કરવામાં આવેલ કામ પર મને ગર્વ છે. ટિ્‌વટરે ૪ નવેમ્બરના રોજ એક ઈમેઈલ મોકલીને લગભગ અડધા કર્મચારીઓને કાઢી મૂક્યા છે. જેમાં બતાવવામાં આવ્યુ હતું કે, આ છટણી કંપનીની સફળતાને આગળ વધારવા માટે જરૂરી હતી. જીજી ઉપરાંત અનેક ફેમસ સેલિબ્રિટીઝે ટિ્‌વટર છોડવાનો ર્નિણય કર્યો છે. જેમાં સારા બેટલી, ટોની બ્રેક્સટન, મિલ કોલે અને ગ્રેજ એનોટોમી પટકથા લેખક શોંડા રાઈમ્સ પણ સામેલ છે. મસ્ક અધિકારિક રીતે ૨૭ સપ્ટેમ્બરના રોજ ટિ્‌વટરના માલિક અને સીઈઓ બન્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/